કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ પક્ષમાં મોટો ફેરફાર કર્યો છે.પાર્ટીએ મનોજ તિવારીને દિલ્હી ભાજપ અધ્યક્ષ પદ પરથી હટાવવ્યા છે. તેમની જગ્યાએ હવે આદેશ ગુપ્તા નવા ભાજપ અધ્યક્ષ નિયુક્ત થયા છે.આ સંદર્ભમાં પાર્ટીના મહામંત્રી અરૂણસિંહે સત્તાવાર પત્ર જાહેર કર્યો છે.હવે તેની જગ્યાએ આદેશ કુમાર ગુપ્તાને દિલ્હીની જવાબદારી સોપવામાં આવી છે.જેને લઈને પાર્ટી મહાસચિવ અરૂણ સિંહ તરફથી આધિકારીક રીતે લેટર જાહેર કરવામાં આવ્યે છે.
દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ હતી
નોંધનીય છે કે બીજેપીની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. મનોજ તિવારીએ દિલ્હીમાં 48 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો,પરંતુ ભાજપને ફક્ત 8 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે.ત્યાર બાદ ફેબ્રુઆરીમાં મનોજ તિવારીએ રાજીનામુ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે ભાજપ હાઇકમાન્ડે મનોજ તિવારીના રાજીનામાનો અસ્વીકાર કર્યો હતો.


