– આ મામલામાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સીએમ કેજરીવાલનું નામ સામે આવી ચુક્યું છે
નવી દિલ્હી, તા. 02 મે 2023, મંગળવાર : હવે દિલ્હીની એક્સાઈઝ પોલીસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની બીજી પૂરક ચાર્જશીટમાં આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ પણ સામે આવ્યું છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, સિસોદિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓએ લાંચ લેવાનું કાવતરું ઘડ્યું હતું.નકલી વ્યવહારોની પણ વાત કરવામાં આવી રહી છે.ચાર્જશીટ પ્રમાણે મનીષ સિસોદિયાના તત્કાલિન સચિવ સી અરવિંદે જણાવ્યું કે, સિસોદિયાના ઘરે આયોજિત મીટિંગમાં રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા.આ બેઠકમાં પંજાબ સરકારના એસીએસ ફાયનાન્સ વિજય નાયર ઉપરાંત એક્સાઈઝ કમિશનર વરુણ રૂજમ,એફસીટી અને પંજાબ એક્સાઈઝના અધિકારીઓ પણ હાજર હતા.આ મામલામાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સીએમ કેજરીવાલનું નામ સામે આવી ચુક્યું છે.
કથિત એક્સાઈઝ પોલીસી મામલે 16 એપ્રિલના રોજ CBIએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી હતી.આ દરમિયાન તેમને 56 સવાલ પૂછવામાં આવ્યા હતા.પૂછપરછ બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કથિત સમગ્ર એક્સાઈઝ પોલીસી જૂઠી છે અને ગંદા રાજકારણથી પ્રેરિત છે.આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે.અમે મરી જઈશું પણ અમારી ઈમાનદારી સાથે સમાધાન નહીં કરીએ.આ જ કારણ છે કે, આ લોકો આપણા પર કીચડ જોવા માંગે છે.
આ કેસમાં દિલ્હીના પૂર્વ સીએમ મનીષ સિસોદિયા પણ જેલમાં બંધ છે.સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારાED દ્વારા મનીષ સિસોદિયાની જેલમાં પણ પૂછપરછ કરવામાં આવી હતી. EDએ પૂછપરછ બાદ મનીષ સિસોદિયાની જેલમાંથી જ ધરપકડ કરી હતી.