નવી દિલ્હી : દેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને રાજધાની દિલ્હીમાં રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે, બુધવારના દિવસે મુશળધાર વરસાદ પડતા લોકોને રાહત થઈ હતી.જમ્મુ-કાશ્મીર, હિમાચલ, હરિયાણા, પંજાબ, દિલ્હી, યુપી અને ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં કરા પડ્યા હતા.રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડા, ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડાના ઘણા વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો હતો.આ ઉપરાંત દક્ષિણમાં તેલંગાણાના હૈદરાબાદ સહિત ઘણા શહેરોમાં ભારે વરસાદ થયો હતો અને રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા.મોસમના આ બદલાયેલા મિજાજ બાદ લોકોને ગરમીમાંથી તાત્કાલિક રાહત મળી છે.જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 6 દિવસમાં દિલ્હીના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપની અસર ઉત્તર પશ્ચિમી રાજ્યોમાં જોવા મળી રહી છે. જેના કારણે બીજા દિવસે દિલ્હીમાં વાદળછાયું આકાશ રહેવાની સંભાવના છે.હવામાન વિભાગની આગાહીની બુધવારે તેની અસર જોવા મળી અને દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. દિલ્હી ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, યુપી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ થયો છે.તેલંગાણાના હૈદરાબાદ સહિત અનેક શહેરોમાં વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે.વરસાદ બાદ હૈદરાબાદના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા.લોકો અવરજવર માટે બોટનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા.