By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હી હિંસાઃ પોલીસ પર આરોપીના પરિવારે હુમલો કર્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દિલ્હી હિંસાઃ પોલીસ પર આરોપીના પરિવારે હુમલો કર્યો
GeneralNational

દિલ્હી હિંસાઃ પોલીસ પર આરોપીના પરિવારે હુમલો કર્યો

HM News
Last updated: 19/04/2022 6:14 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રામાં થયેલી હિંસા દરમિયાન ટોળાં પર ફાયરિંગ કરતા દેખાયેલા વ્યક્તિના ઘરે પહોંચેલી દિલ્હી પોલીસની ટીમ પર આરોપીના પરિવારજનોએ હુમલો કર્યો હતો.આ અંગે માહિતી આપતાં દિલ્હી પોલીસના ડીસીપી ઉષા રંગનાનીએ જણાવ્યું હતું કે આરોપીના પરિવારજનોએ પોલીસની ટીમ પર પથ્થમારો કર્યો હતો.જેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.દરમિયાનમાં દિલ્હી પોલીસે જહાંગીરપુરી કેસમાં તપાસ દરમિયાન સોમવારે વધુ એક આરોપી ૩૬ વર્ષીય શેખ હમીદની ધરપકડ કરી છે.કબાડીનો વેપારી હમીદે કહ્યું છે કે પથ્થરમારા દરમિયાન ઉપયોગમાં લેવાયેલી બોટલોનો પૂરવઠો તેણે આપ્યો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જાળવી રાખવા માટે બપોરે ૧:૩૦ કલાકે જહાંગીરપુરી થાણામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું.તમામ સભ્યોએ પોતાના સમુદાયોથી સદભાવ જાળવી રાખવા અને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરવાનું કહેવાયું છે.દિલ્હીના પોલીસ કમીશનર રાકેશ અસ્થાનાએ સોમવારે કહ્યું છે કે શનિવારે જહાંગીરપુરીમાં થયેલી હિંસક અથડામણની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દેવાઇ છે અને આ મામલે તપાસ માટે ૧૪ ટીમોની નિમણૂક કરાઇ છે.તેમણે ઉમેર્યું છે કે ચાર ફોરેન્સિક ટીમોએ પણ ઘટનાસ્થળે પહોંચીને પૂરાવા એકત્ર કર્યા છે.જહાંગીરપુરી હિંસાના મામલે અત્યારસુધી બન્ને કોમોના ૨૩ લોકોની ધરપકડ કરાઇ છે.કમીશ્રનરે કહ્યું છે કે હિંસામાં સામેલ લોકોને ધર્મ અને જાતિના આધારે બક્ષવામાં નહિ આવે.શોભાયાત્રા દરમિયાન જહાંગીરપુરીની એક સ્થાનિક મસ્જિદમાં ભગવા ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કરાયો હોવાના દાવો પાયાવિહોણો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.હિંસામાં એક સબ-ઇન્સ્પેકટરને ગોળી વાગી હતી.કુલ નવ લોકોને ઇજા પહોંચી હતી જેમાં આઠ તો પોલીસકર્મી છે.

જહાંગીરપુરી અથડામણ: વીએચપી, બજરંગદળના સભ્યો સામે કેસ.દિલ્હી પોલીસે સોમવારે કહ્યું છે કે તેણે ઉત્તરપશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં મંજૂરી વગર ધાર્મિક જુલુસ કાઢવા બદલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો સામે એફઆઇઆર નોંધી છે.પોલીસે વીએચપીના જિલ્લા સેવા પ્રમુખ પ્રેમ શર્માની ધરપકડ પણ કરી છે.ડીસીપી (ઉત્તરપશ્ચિમ) ઊષા રંગનાનીએ કહ્યું હતું કે આઇપીસીની કલમ ૧૮૮હેઠળ એક કેસ નોંધવામાં આવ્યો છે.આ યાત્રા કોઇપણ મંજૂરી વગર શનિવારે સાંજે કાઢવામા આવી હતી.આ મામલે અનેક લોકોની ધરપકડ કરાઇ છે અને તપાસ ચાલી રહી છે.

સજ્જડ સુરક્ષાનો દાવો કરતાં વોટસએપનું ‘પ્રાઈવસી’ મામલે પોલમપોલ !
નાવિકોને વેક્સિનેશનમાં આપો પ્રાથમિકતા, નહીં તો જશે હજારો નોકરીઓ : નેશનલ શિપિંગ બોર્ડ
દેશનો સૌથી મોટો ડેટા લીક! નાગરિકો, ડિફેન્સ, FB, વોટ્સએપના કરોડો એકાઉન્ટની વિગતો ચોરાઈ
પારડી સાંઢપોરમાં રસ્તા મુદ્દે પાલિકાના ટ્રેકટર અટકાવ્યા
કોંગ્રેસના નેતાના ઘર પર હુમલો, હિન્દુ દેવી-દેવતાઓ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ
Share This Article
Facebook Email Print
Previous Article નવસારીમાં મીની સારંગપુર ધામ તરીકે જાણીતા 425 વર્ષ પૌરાણિક વિરવાડી ખાતે હનુમાન જન્મોત્સવ
Next Article લે.જનરલ મનોજ પાંડે આગામી આર્મી ચીફ બનશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up