By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હી CAA વિરોધી રમખાણોમાં આરબ દેશોનો હાથ, જામિયા કનેક્શનની પૂછતાછમાં થયો ખુલાસો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દિલ્હી CAA વિરોધી રમખાણોમાં આરબ દેશોનો હાથ, જામિયા કનેક્શનની પૂછતાછમાં થયો ખુલાસો
GeneralNational

દિલ્હી CAA વિરોધી રમખાણોમાં આરબ દેશોનો હાથ, જામિયા કનેક્શનની પૂછતાછમાં થયો ખુલાસો

HM News
Last updated: 29/04/2020 1:23 PM
HM News
5 years ago
Share
SHARE

દિલ્હી પોલીસને સીએએ અને એનઆરસી વિરોધી આંદોલનને લઈ મહત્વની કડી હાથ લાગી છે.પોલીસના જણાવ્યા પ્રમાણે આ માટે મિડલ ઈસ્ટ (આરબ દેશો) તરફથી ફંડિંગ મળ્યું હતુ.તેમાં જામિયા મિલિયા ઈસ્લામિયા અને શાહિન બાગ સ્થિત અન્ય વિસ્તારોમાં થયેલા વિરોધ પ્રદર્શનનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગે મુસલમાન હતા.સોમવારે (27 એપ્રિલ, 2020) પટિયાલા હાઉસ કોર્ટમાં દિલ્હી પોલીસે આ પ્રમાણે કહ્યુ હતુ.રવિવારે જામિયા એલુમનાઈના અધ્યક્ષ શિફા ઉર રહમાનની ધરપકડ કરવામાં આવી હતી.

હવે તેને કોર્ટે 10 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ અનુસાર, પૂછપરછ કરતા માલુમ પડ્યુ છે, કે આરોપી શિફા ઉર રહમાનને આરબ દેશોમાં વસેલા જામિયાન મિલિયા ઈસ્લામિયા એલુમનાઈ એસોસિએશનના સભ્યો તરફથી ફંડિંગ મળ્યુ હતુ. રમહાન તમામ પ્રદર્શન સ્થળોની વચ્ચે સમન્વય બનાવાનું કામ પણ કરતો હતો.ફંડિંગ કરનાર આરબના કેટલાય દેશોમાં ફેલાયેલા છે.રહમાનનું નામ કોંગ્રેસના નેતા ઈશરત જહાની પૂછપરછમાં બહાર આવ્યુ હતુ.

ઈશરત જહાની સાથે ખાલિદ સૈફઈ,મિરાન હૈદર,સફોરા જરગર,ગુલિસિફા અને તાહિર હુસૈનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.આ સિવાય પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના 3 સભ્યો પણ પોલીસના પંજામાં છે.દિલ્હીમાં વિવિધ પ્રદર્શન સ્થળો પર સીએએ, એનઆરસી અને એનપીઆરના વિરોધમાં થયેલા પ્રદર્શનોની રુપરેખા શિફા ઉર રહમાને તૈયાર કરી હતી.તેને તમામ જગ્યાએ જઈ ભડકાઉ ભાષણ આપ્યા અને ફેબ્રુઆરીમાં રમખાણો ફેલાવવામાં પણ તેની મહત્વની ભૂમિકા હતી.

રહમાને અમીર અને બદ્રી આલમ નામના બે વ્યક્તિઓ અને જામિયા કોઓર્ડિનેશન કમિટીના અન્ય લોકો સાથે મળી દિલ્હીના કેટલાય પ્રદર્શન સ્થળોની મુલાકાત કરી હતી.હજુ તેની પૂછપરછ ચાલી રહી છે.એટલા માટે જ દિલ્હી પોલીસે કોર્ટને જણાવ્યું કે,કેટલાય અન્ય શંકાસ્પદ લોકોના નામ સામે આવ્યા છે. જેની માહિતી રહમાન પાસેથી પૂછપરછ દ્વારા કઢાવી શકાશે.જણાવાઈ રહ્યુ છે, કે આ પ્રદર્શનો અને રમખાણોમાં મોટી રકમ ખર્ચ કરવામાં આવી હતી.

રહમાન સામે હવે ટેક્નિકલ ડેટા રાખીને કસ્ટડિયલ ઈન્ટરોગેશન કરવામાં આવશે.ફેબ્રુઆરીમાં થયેલા હિન્દુ વિરોધી રમખાણોમાં 53 લોકોના મોત નિપજ્યા હતા.આ બધુ સીએએ વિરોધી પ્રદર્શનોથી શરૂ થયુ હતુ.ત્યારબાદ તાહિર હુસૈન જેવા લોકોએ દિલ્હીમાં કતલેઆમ મચાવ્યો હતો.રમખાણો પાછળના ષડયંત્રની તપાસ પોલીસની સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવી રહી છે.

PM મોદી અમદાવાદમાં વર્લ્ડ કપ મેચના “દર્શક” બનશે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ મોકલાયું આમંત્રણ
દિલ્હીમાં એમ્બ્યુલન્સ સેવાના 45 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં
સુરત મહાનગરપાલિકાના સ૨થાણા નેચ૨પાર્ક પ્રાણી સંગ્રહાલય ખાતે સિંહણ વસુધાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો
સુરત : મહિલાએ રોડ બસ બેસી જઇ મારો પતિ મારી પાસે ખરાબ કામ કરાવે છે તેવુ કહી હોબાળો મચાવ્યો
Arnab Goswami ની ધરપકડ બાદ મૃતક ડિઝાઈનરની પત્ની-પુત્રી આવ્યા સામે, લગાવ્યા ગંભીર આરોપ
Share This Article
Facebook Email Print
Previous Article કેડીલાએ કોરોના સામે લડવા રસી બનાવી: બે માસમાં બજારમાં આવશે
Next Article ગુજરાતમાં ૩૦૮ કોરોના પોઝિટિવ કુલ આંક ૪ હજારને પાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up