– ભૂકંપના આચકા ભારત ઉપરાંત પાકિસ્તાન અને ચીનમાં પણ અનુભવાયા
– જો કે ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી
આજે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા.આ ઉપરાંત તેની અસર શ્રીનગર સુધી થઈ હતી.ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.જો કે ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી. જમ્મુના ડોડામાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતું.
આજે દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂંકપના આંચકા અનુભવાયા હતા.આ ઉપરાંત તેની અસર શ્રીનગર સુધી થઈ હતી.ભૂકંપને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.જો કે ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર નથી.આ ભૂકંપના આચકા ભારત ઉપરાંત પાકિસ્તાન અને ચીનમાં પણ અનુભવાયા હતા.દિલ્હી-NCR,જમ્મુ કાશ્મીર,ચંદીગઢ સહિત ભારતના ઘણા શહેરોમાં ભૂકંપની અસર અનુભવાઈ હતી.ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે.આ ભૂકંપ બપોરે 1.13 કલાકે આવ્યો હતો.
માર્ચ મહિનામાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા
આ અગાઉ માર્ચ મહિનામાં ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 હતી. ભૂકંપની અસર દિલ્હી-NCR,ઉત્તર પ્રદેશ,જમ્મુ કાશ્મીર,હિમાચલ,પંજાબ,મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળી હતી.ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ પ્રદેશ હતો.