કોરોનાના મહામારી પછી આ વર્ષે દેશવાસીઓ આતુરતાથી દિવાળી પર્વને મનાવવાની તૈયારીઓમાં જોડાઈ ગયા છે.નવરાત્રિ પણ આ વર્ષે અત્યંત ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો.દિવાળી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો બીજી તરફ આ તહેવારની ઉજવણી માટે આબલ,વૃદ્ધ તમામ વયના લોકો ઉત્સાહ ભેર રાહ જોઈ રહ્યા છે.બાળકો પણ ફટકાડા ફોડવા માટે થનગની રહ્યા છે, આ વચ્ચે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું છે,જેમાં દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવા બાબતનો મહત્વનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.ફટાકડા ફોડવાનો સમય ફક્ત રાત્રિના આઠ વાગ્યાથી લઈને 10 સુધીનો જ રહેશે.સાથે સાથે બજારમાં,શેરીઓમાં અને ગલીઓમાં ફટાકડા ફોડવા પર સખ્ત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પોલીસ કમિશ્નરનું જાહેરનામું
– ફટાકડા ફોડવાનો સમય ફક્ત રાત્રિના આઠ વાગ્યાથી લઈને 10 સુધીનો જ
– ઓનલાઈન ફટાકડાની ખરીદ વેચાણ પણ સંપૂર્ણ પ્રતિબંધ
– 25 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડી શકાશે
– ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ કરી શકશે
– ચાઈનીઝ તુક્કલના વેચાણ પર પ્રતિબંધ
– બજારમાં,શેરીઓમાં અને ગલીઓમાં ફટાકડા ફોડવા પર સખ્ત પ્રતિબંધ
– વિદેશી ફટાકડાઓની આયાત પર પ્રતિબંધપોલીસ કમિશ્નરના જાહેરનામાં સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે ઓનલાઈન ફટાકડાની ખરીદ વેચાણ પણ સંપૂર્ણ પ્રતિબંધ છે,સાથે સાથે 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડી શકાશે.ફટાકડાની લૂમથી પ્રદુષણ ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.તે ઉપરાંત પોલીસ કમિશ્નર ના જાહેરનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બજાર,શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ છે,ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ કરી શકશે.ચાઈનીઝ તુક્કલના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાઓની આયાત પર પ્રતિબંદ લગાવવામાં આવ્યો છે.