દિશા રવિની જામીન અરજી પર દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં ટૂલકીટ કેસમાં સુનાવણી થઈ હતી. દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, ટૂલકિટમાં એવી સામગ્રી મૂકીને લોકોને ભ્રમિત કરવાની તૈયારી કરવામાં આવી હતી.તેમણે જણાવ્યું હતું કે,ટૂલકીટ દ્વારા લોકોને આંદોલન સાથે સંકળાવવા કહેવામાં આવી રહ્યુ હતુ અને સરકાર સામે આ આંદોલનનો હિસ્સો બનવા અપીલ કરવામાં આવી.
વધુમાં કહેવામાં આવ્યું કે, ભારત સરકાર સામે એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.દિલ્હી પોલીસે કહ્યું કે, આ કેસમાં કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો છે જે અમે સીલબંધ કવરમાં કોર્ટને આપવા માંગીએ છીએ.દિલ્હી પોલીસે કોર્ટમાં કહ્યું કે,અમારી પાસે દિશા રવિ માટે પૂરતી સામગ્રી છે.દિશાએ ટૂલકિટમાં એડિટ કર્યું છે.તેનો સાથીદાર શાંતનુ 20 થી 27 દરમિયાન દિલ્હી આવ્યો હતો.દિલ્હી પોલીસનાં કહેવા મુજબ,તે એ જોવા આવ્યો હતો કે તમામ વસ્તુઓને અંજામ આપવામાં આવી રહેલ છે.આ ટૂલકિટમાં દિશા રવિ સાથે શાંતનુ મુલુક અને નિકિતા જૈકબ પર પણ આરોપ છે.દિલ્હી પોલીસે કહ્યું કે,તેઓએ ભારત વિરુદ્ધ એક આંતરરાષ્ટ્રીય અભિયાન ચલાવવા માટે ટૂલકીટમાં એડિટ કર્યુ હતુ.આ ટૂલકિટનો સ્વીડિશ પર્યાવરણીય કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યા બાદ ખુલાસો થયો હતો.તે પછી ગ્રેટા થનબર્ગ દ્વારા તેને ડિલિટ કરી નાખવામાં આવ્યુ હતુ.
દિશા રવિની 13 ફેબ્રુઆરીએ બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે આ ટૂલકિટને 26 જાન્યુઆરીએ ખેડૂત હિંસા સાથે પણ જોડી દીધી છે.પોલીસનું કહેવું છે કે 26 જાન્યુઆરીએ થયેલી હિંસામાં વિદેશમાં રહેતા અલગાવવાદી દળો સામેલ થયા હતા. આ સમય દરમિયાન ટૂલકીટ બનાવવાવાળાઓની યોજના ખતરનાક હતી.પોલીસનાં મતે તેમની યોજના હતી કે હિંસા બાદ જો પોલીસે હિંસા કરી હોત તો તેને સોશિયલ મીડિયા પર ફેલાવીને ભારતને બદનામ કરવામા આવી શકતુ હતુ.