નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2022, ગુરૂવાર : એક વ્યક્તિએ લોટરીમાં 6 કરોડ રૂપિયા જીતી લીધા છે.તેના માટે તેઓ લોટરી ટર્મિનલના ક્લાર્કનો આભાર માની રહ્યા છે.તેમનું માનવું છે કે, ક્લાર્કની એક ભૂલના કારણે જ તેમને આટલી મોટી લોટરી લાગી છે.આ વ્યક્તિનું નામ જોશ બસ્ટર છે અને આ કિસ્સો અમેરિકાના લોવા પ્રાંતનો છે.જોશ શુક્રવારની રાતે યોજાનાર મેગા મિલિયન્સ ડ્રોની ટિકિટ લેવા માટે એક લોટરી ટર્મિનલ પહોંચ્યો હતો.તેમણે ત્યાં 5 નંબરોની માગ કરી હતી પરંતુ દુકાનદારે ભૂલમાં એક ટિકિટ પર માત્ર એક જ નંબર પ્રિન્ટ કર્યો.બાદમાં તેમણે એક બીજી ટિકીટ પર બાકીના 4 નંબરો પ્રિન્ટ કરી ને આપી દીધા હતા.જોશનું માનવું છે કે, દુકાનદારની આ ભુલને કારણે જ તેમને લોટરી લાગી છે.જોશે જણાવ્યું કે, ક્લાર્કે ભૂલ ન કરી હોત અને બધા નંબર એક ટિકિટ પર પ્રિન્ટ કરી દીધા હોત તો આ નંબરો વચ્ચે ગેપ ન આવ્યો હોત.જોશે આગળ કહ્યું કે, કામ પર જવા માટે હું સવારે વહેલા ઊઠી ગયો હતો.ત્યારબાદ મેં લોટરી એપ ખોલી અને પોતાનો વિનર નંબર સર્ચ કર્યો હતો.હું હંમેશા પોતાની ટિકિટોને કારના કોન્સોલમાં રાખું છું અને મેં કારમાં જ લોટરી જીતનારના નામ ચેક કર્યા હતા.ત્યારબાદ હું દોડતો ઘરની અંદર ગયો મને તો વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો.સામાન્ય રીતે મારું નસીબ એટલું સારુ નથી.
ક્લાઈવના લોવા લોટરી હેડક્વાટર્સમાંથી જોશે પોતાની પ્રાઈઝ મની કલેક્ટ કરી લીધી હતી.લોવા લોટરીએ જણાવ્યું કે, જોશે પોતાની ટિકિટ વેસ્ટ બર્લિંગટન મીની માર્ટમાંથી ખરીદી હતી.તેમણે જણાવ્યું કે, 124 કરોડ રૂપિયાના ઈનામ વાળા જેકપોટના નંબર સાથે જોશનો પ્રથમ 5 નંબર જ મળી રહ્યો હતો એટલા માટે મેગા પ્રાઈઝ તેમના હાથે ન લાગ્યું અને તેમને 6 કરોડ રૂપિયા જ મળ્યા.જોશે જણાવ્યું કે, આ પૈસાથી મારા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે.હવે બધી આર્થિક ચિંતાઓ દૂર થઈ ગઈ છે.


