દુનિયાભરમાં કોરોનાની લપેટમાં આવેલા 1,37,223 દર્દીઓ સ્વસ્થ્ય થયા
એજન્સી, નવી દિલ્હી
દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણની અડફેટે આવેલા દર્દીઓનો આંકડો છ લાખને ઓળંગી 6,13,828 થઈ ગયો છે. કોરોના વાયરસ વર્લ્ડોમીટર પ્રમાણે દેશભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 6,13,828 થઈ ગઈ હતી. તેમજ મૃતકોની સંખ્યા 28,229 સુધી પહોંચી ગઈ હતી. વર્લ્ડોમીચરના જણાવ્યા પ્રમાણે કોરોનાની અડફેટે આવેલા દર્દીઓમાંથી સ્વસ્થ્ય થઈ જનારા લોકોની સંખ્યા 1,37,223 છે.
એક તરફ જ્યાં યૂરોપ અને અમેરિકા કોરોના વાયરસની વૈશ્વિક મહામારી પર અંકુશ લગાવવા માટે પોતાનું એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. બીજી તરફ વિશેષજ્ઞોનું કહેવું છે કે જો અત્યારે જરૂરી પગલા નહીં લેવામાં આવે તો ઓછી આવક ધરાવતા દેશો અને સીરિયા તથા યમન જેવા યુદ્ધગ્રસ્ત દેશોમાં લાખો લોકોને પોતાના જીવ ગુમાવવા પડશે.
સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં એવા ત્રણ અબજ લોકો છે કે જેઓને હજી સુધી શુદ્ધ પાણી અને સાબુથી દૂર દૂર સુધી નાહવા-નિચોવવાનો કોઈ જ સંબંધ નથી. શુદ્ધ પાણી અને સાબુ જ આ બિમારી વિરુદ્ધ રક્ષાના મુખ્ય હથિયારો છે યમનમાં ઈન્ટરનેશનલ કમિટી ઓફ ધી રેડ ક્રોસે રવિવારે ટ્વીટ કરીને કોરોના વાયરસની સામે બચવા માટે વારંવાર હાથ ધોવા જરૂરી છે. પરંતુ યમનમાં રહેતા અડધા કરતા વધારે વસ્તીનું શું કે જેમની પાસે પીવા માટે પણ સ્વચ્છ પાણી નથી.