કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીને હરાવા માટે દુનિયાભરમાં 100થી વધુ દેશ રસી પર રિસર્ચ કરી રહ્યા છે.જો કે આ રેસમાં ધનિક અને શક્તિશાળી દેશ જ આગળ જઇ રહ્યા છે.બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે પૈસાવાળા દેશોએ કોરોના વાયરસની એક અબજથી વધુ ડોઝને રિઝર્વ કરવાની વ્યવસ્થા કરી લીધી છે.
એવામાં એ ચિંતા વધી રહી છે કે એવા દેશ જે આર્થિક રીતે નબળા અને ગરીબ છે તો આ વૈશ્વિક મહામારીને હરાવાના પ્રયાસમાં કતારમાં સૌથી પાછળ જતા રહેશે. તાજેતરમાં જ અમેરિકા અને બ્રિટને સૈનોફી અને તેના સહયોગી ગ્લેક્સોસ્મિથક્લાઇન પીએલસી સાથે રસીના પુરવઠા માટે કરાર કરી દીધો છે.ત્યારબાદ જાપાન અને ફાઇઝર ઇંકની વચ્ચે પણ નવો કરાર થયો છે.
યુરોપિયન સંઘ પણ રસી મેળવવા માટે આક્રમક પગલું ઉઠાવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે આંતરરાષ્ટ્રીય ગ્રૂપ અને કેટલાંય દેશ રસીને સસ્તી અને તમામ માટે સુલભ બનાવાનું વચન આપી રહ્યા છે.જો કે દુનિયાભરમાં 7 અબજથી વધુ લોકોને આ રસીના ડોઝ માટે સંઘર્ષ કરવો પડશે.2009ની સાલમાં સ્વાઇન ફ્લૂ મહામારીના સમયે પણ આવી સ્થિતિ જોવા મળી હતી ત્યારે રસીના પુરવઠા પર ધનિક દેશોનો અધિકાર સ્થાપિત થઇ ગયો હતો.
લંડન સ્થિત એનાલિટિક્સ ફર્મ એરફિનિટીના મતે અમેરિકા,બ્રિટન,યુરોપિયન સંઘ અને જાપાને અત્યાર સુધીમાં કોરોના વાયરસના લગભગ 1.3 અબજ ડોઝ પ્રાપ્ત કર્યા છે.એટલે સુધી કે જો આ રસીને વિકસિત કર્યાની યોગ્ય આકરણી પણ કરાશે તો મળતી માહિતી પ્રમાણે દુનિયા માટે હજુ પણ પૂરતી રસી ઉપલબ્ધ નથી. એરફિનિટીના મુખ્ય કાર્યકારી અધિકારી રસમસ બીચ હેન્સનના મતે એ વિચારવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે મોટાભાગની રસીને બે ડોઝની જરૂરિયાત પડી શકે છે.


