કોરોના વાયરસને માત આપવા વિશ્વના ટોચના દેશોના વૈજ્ઞાનિકો દિવસ-રાત જહેમત ઉઠાવી રસી શોધી રહ્યા છે ત્યારે કોરોના વાયરસ જ્યાંથી ઉદભવ્યો તે ચીનમાં કોરોના વાઈરસના ઈલાજ માટે બે રસીને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી આપવામાં આવી છે.ચીનના અંદાજે એક હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે.પ્રથમ રસી વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજીકલ પ્રોડક્ટ અને ચીન નેશનલ ફાર્માસ્યુટિકલ ગ્રુપ દ્વારા ડેવલપ કરાઈ છે. જ્યારે કે બીજી રસી ઘણી કંપનીઓનું સંયુક્ત સાહસ છે જેનું નેતૃત્વ સિનોવાક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની લિમિટેડ કરે છે.મહત્વનું છે કે ચીન,યુરોપ અને અમેરિકા કોરોનાની રસી બનાવવાની દોડમાં લાગેલા છે પરંતુ હજુ સુધી વૈજ્ઞાનિકોને સફળતા મળી નથી.
ચીનમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે
દુનિયામાં સૌથી પહેલા કોરોના વાયરસનો ફેલાવો કરનાર ચીનમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ફરી વધી રહી છે.કોરોનાના એપી સેન્ટર ગણાતા વુહાનમાં તો ચીને ભલે કોરોના પર કાબૂ મેળવી લીધો હોય પણ ફરી એક વખત કોરોનાએ બીજા સ્થળોએ કોરોનાએ ઉપાડો લીધો છે.છેલ્લા 24 કલાકમાં ચીનમાં બીજા 89 દર્દીઓ સામે આવ્યા છે.આની પાછળનુ કારણ એ પણ છે કે,વિવિધ દેશોમાં ફસાયેલા ચીનના નાગરિકો સ્વદેશ પાછા ફરી રહ્યા છે અને તેમાના ઘણાને વાયરસનો ચેપ લાગેલો છે.બીજીંગ અને બીજા શહેરોમાં આવા લોકોનુ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યુ છે.સોમવાર સુધીમાં ચીનમાં બીજા 1464 કેસ નોંધાયા છે અને આ બાબત ચીન માટે ચિંતાનો વિષય બની છે.
ટ્રમ્પે ફરી એક વખત ચીનને ધમકી આપી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીનને ધમકી આપી છે.અમેરિકામાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને લઈને પહેલેથી જ ચીન પર નિશાન સાધી રહેલા ટ્રમ્પે હેવ કહ્યુ છે કે,કોરોના વાયરસ પર દુનિયાને ખોટી જાણકારી આપવાના પરિણામો ચીને ભોગવવા પડશે.એક પત્રકારે ટ્રમ્પને વારંવાર સવાલ પૂછ્યો હતો કે, ચીનને કેમ તેની સજા નથી ભોગવવી પડી રહી ત્યારે ટ્રમ્પે કહ્યુ હતુ કે,તમને કેવી રીતે ખબર કે તેના કોઈ ખરાબ પરિણામ નહી ભોગવવા પડે? હું તમને નહી કહું.ચીનને જ તેની ખબર પડી જશે.
મેરિકાના સાંસદો પણ ચીન પર રોષે ભરાયેલા છે
બીજી તરફ અમેરિકાના સાંસદો પણ ચીન પર રોષે ભરાયેલા છે.એક સેનેટરે ટ્રમ્પને પત્ર લખીને માંગ કરી છે કે,અમેરિકા ચીન પર મેડિકલ સપ્લાયની નિર્ભરતા ખતમ કરે.અમેરિકા ઘરઆંગણે જ દવાઓ બનાવે.સોમવારે ચાર બીજા સાંસદોએ પણ ચીન પર નિર્ભરતા ખતમ કરવા માટે એક બિલ રજુ કર્યું હતું.
વાયરસથી દેશના 95 ટકા લોકો પ્રભાવિત
ટ્રમ્પે કહ્યું હતું કે, દેશને ફરી ધમધમતો કરવાની એક યોજના બનાવવામાં આવી છે.વાયરસથી દેશના 95 ટકા લોકો પ્રભાવિત છે.તેવામાં દેશને ફરી ખોલવા માટેની યોજના પરનુ કામ લગભગ પુરુ થઈ ગયુ છે.મારા તંત્રની યોજનાથી અમેરિકાના લોકોને સામાન્ય જીવન જીવવા માટે આત્મવિશ્વાસ મળશે.જેની અત્યારે જરૂર છે.ઉલ્લેખનીય છે કે,અ્મેરિકામાં હાલમાં 5.8 લાખ લોકો કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.23000 કરતા વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે.