બરેલી : લગ્ન પ્રસંગે પકડીને દુલ્હા-દુલ્હનને ડાન્સ ફ્લોર પર લઈ જવા એ સામાન્ય બાબત છે.મિત્રો અને સંબંધીઓની એ કોશિશ રહેતી હોય છે કે દુલ્હા દુલ્હન આ ખાસ અવસરને અનોખા અંદાજમાં સેલિબ્રેટ કરે.પરંતુ ઉત્તરપ્રદેશના બરેલીમાં આમ કરવાના કારણે એક લગ્ન તૂટી ગયા.દુલ્હાના મિત્રો દુલ્હનને જબરદસ્તીથી ડાન્સ ફ્લોર પર લઈ ગયા જે છોકરીવાળાને જરાય ગમ્યું નહીં.આ મુદ્દે ખુબ વિવાદ થયો અને ત્યારબાદ છોકરીવાળાઓએ લગ્ન ફોક કરી નાખ્યા.
અહેવાલ મુજબ,ઉત્તરપ્રદેશના બરેલીના એક ગામનો યુવક અને કન્નૌજની યુવતીના લગ્ન પરિવારની મરજીથી નક્કી થયા હતા.બંને પોતે પણ આ લગ્નના નક્કી થવાથી ખુશ હતા.પરંતુ છેલ્લી ઘડીએ વરરાજાના મિત્રોની હરકતથી બધુ બગડી ગયું.લગ્નની વિધિ વચ્ચે વરરાજાના કેટલાક મિત્રો દુલ્હનને જબરદસ્તીથી ડાન્સ ફ્લોર પર લઈ જવા લાગ્યા જેના પર દુલ્હને આપત્તિ જતાવી.પરંતુ આમ છતાં મિત્રો માન્યા નહી.આ વાત પર બંને પક્ષોમાં ખુબ વિવાદ થયો અને આખરે સંબંધ જોડાય તે પહેલા જ તૂટી ગયો.
યુવક બધુ જોતો જ રહ્યો તેથી યુવતીને વધુ ખોટું લાગ્યું
યુવતીને એ વાતનું ખોટું લાગ્યું હતું કે,બધુ જોઈને પણ તેઓ થનાર પતિ ચુપચાપ બેસી રહ્યો. તેણે તેના મિત્રોને રોકવાની કોશિશ ન કરી.યુવતીના પરિજનોએ જ્યારે તેનો વિરોધ કર્યો તો છોકરાવાળા નારાજ થઈ ગયા.ત્યારબાદ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી.યુવતીના માતા પિતાએ પુત્રીના નિર્ણયનું સન્માન કરતા કહ્યું કે તેઓ પોતાની પુત્રીને એક એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા માટે મજબૂર ન કરી શકે જેને તેના માન સન્માનની કોઈ ચિંતા ન હોય.

