ચીખલી : બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એસઓજી પોલીસે ગુરુવારની મોડીરાત્રીના સમયે ચીખલીના દેગામ ગામના વશી ફળીયા ખાતે ડીગ્રી વગર બોગસ દવાખાનું ચલાવે છે.જે બાતમીના આધારે નવસારી એસઓજીની ટીમે તેમજ દેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોકટર સાથે જઇ દેગામ વશી ફળીયા ખાતે તપાસ કરતા હારૂન હમદભાઈ સીદાત (રહે.દેગામ વશી ફળીયું તા.ચીખલી) જે ગુજરાત મેડિકલ કાઉન્સિલ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની કોઈ માન્યતા પ્રાપ્ત મેડિકલ અંગેની ડીગ્રી નહિ ધરાવતા હોય અને પોતે ડોકટરનો હોદ્દો ન ધરાવી દવાખાનામાં મેડિકલ સામાન રાખી એલોપેથી દવા ઇન્જેક્શન તથા ડોકટરી સાધન સામગ્રી મળી કુલ્લે રૂ.૧૯,૭૦૬/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટનો ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.


