ચીખલી : નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સ્થાનિક પોલીસની બુટલેગરો-ખેપિયાઓ સાથેની નિતિરિટી કે નિષ્ક્રિયતા કે પછી અન્ય જે પણ કારણો હશે તે તો ઉચ્ચકક્ષાએથી તટસ્થ તપાસ થાય તો જ હકીકત બહાર આવી શકે તેમ છે.પરંતુ ચીખલીમાં નવા પીઆઇના આગમન બાદ પણ તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવે,રાજ્ય ધોરીમાર્ગ કે પછી અન્ય માર્ગો પરથી વિદેશી દારૂની હેરાફેરીનો સિલસિલો યથાવત હોય તેમ લાગી રહ્યું છે.
નવસારી એલસીબી પીઆઇ-કે.જી.લીંબાચિયા,પીએસઆઇ-એમ.જી.પાટીલ,એએસઆઈ-સુનિલસિંહ,સુરેશ ગઢવી સહિતના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દેગામ રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવતા દેગામથી ટાંકલ તરફ જઈ રહેલા ટાટા ટેમ્પો ૪૦૭ નં:જીજે-૧૫-એક્ષ-૦૧૦૨ ને અટકાવી તપાસ કરતા ૧૪ જેટલા પુઠાના બોક્ષમાંથી વિદેશી દારૂ-વોડકાની નાની મોટી બોટલ નંગ:૫૫૨ કિં.રૂ.૧,૩૫,૬૦૦/- નો દારૂનો જથ્થો મળી આવતા મેહુલ ઉર્ફે પપ્પુ છગન મેપાભાઈ ડાંભલા (રહે.બલીઠા બબા હોટલની પાછળ દાંડીવાડ તા.પારડી જી.વલસાડ) ની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો મંગાવનાર કામરેજ કઠોર વિસ્તારના રાજુ અને ભરાવનાર તુલસારામ મારવાડી એમ બે જેટલાને વોન્ટેડ જાહેર કરી ટેમ્પો સહિત રૂ.૫,૮૬,૦૦૦/- ના મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.


