વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાયરસ મહામારી વિરૂદ્ધ લડાઈના મુદ્દે આજે ફરી એકવાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી રહ્યાં છે.આજે સાંજે ત્રણ વાગ્યે શરૂ થયેલી આ મેરેથોન બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓના મત જાણવામાં આવ્યા હતાં.બેઠક શરૂ થતાની સાથે જ સૌથી પહેલા ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું.સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે,રાજ્યો મળીને કામ કરી રહ્યાં છે.કેબિનેટ સચિવ, રાજ્યોના સચિવો સતત સંપર્કમાં છે.વધારે ફોકસ રાખો અને સક્રિયતા હજી પણ વધારો.સંતુલિત રણનીતિથી આગળ વધો,પડકારો શું છે,આગળનો રસ્તો શું હશે તે દિશામાં કામ કરો.
વડાપ્રધાને મુખ્યમંત્રી સાથેની વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીતમાં કહ્યું કે,તમારા તમામ સુચનોથી દિશાનિર્દેશ નિર્ધારીત થશે.ભારત આ સંકટથી પોતાને બચાવવામાં ઘણાખરા અંશે સફળ રહ્યું છે.રાજ્યોએ પોતાની જવાબદારી નિભાવી.વડાપ્રધાને ચેતવણી આપતા કહ્યું હતું કે,જો બે ગજની દૂરીની પકડ ઢીલી પડી તો સંકટ વધશે.આપણે લોકડાઉનને કેવી રીતે લાગુ કરી રહ્યાં છીએ તે એક મોટો વિષય રહ્યો છે.આપણા સૌની તેમાં મહત્વની ભૂમિકા છે.
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે,આપણા પ્રયાસ રહ્યા છે કે,જે કોઈ પણ વ્યક્તિ જ્યાં છે ત્યાં જ રહે,પણ મનુષ્યનું મન છે જેથી અમારે કેટલાક નિર્ણય બદલવા પણ પડ્યા.હવે કોરોનાનું આ સંકટ ગામડાઓ સુધી ના પહોંચે તે મોટો પડકાર છે.સાથે તમે સૌકોઈ (મુખ્યમંત્રીઓ) આર્થિક વિષયો પર પણ પોતપોતાનું સુચન આપી શકો છો.
આ ચાર મુદ્દે થઈ શકે છે વાતચીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવનારી ચર્ચા બે તબક્કામાં યોજાશે.લોકડાઉનના 47 દિવસ પુરા થયા છે.લોકડાઉન 3 પણ પુરૂ થવાના આરે છે.પરંતુ કોરોના વાયરસની ઝડપ હજી થંભી નથી.જ્યરે બીએજી બાજુ લોકડાઉનના કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે.અર્થવ્યવસ્થાને પણ ભારે નુંકશાન થઈ રહ્યું છે.જેથી આજની બેઠકમાં ચાર મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે.પહેલો – કોરોનાને કેવી રીતે નિયંત્રણમાં લેવામાં આવે? બીજો – લોકડાઉન 4 કે પછી પાર? ત્રીજો – લોકોનું જીવન કેવી રીતે ફરીથી પાટે ચડાવવામાં આવે? અને ચોથો – અર્થવ્યવસ્થાને કેવી રીતે ગતિ આપવામાં આવે?