નવી દિલ્હી, 31 ઓક્ટોબર : રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હી ઉપરાજ્યપાલ અનિલ બૈજલે શનિવારે દેશના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની 145 મી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી.
આજે દેશમાં પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે.કોવિડ -19 વૈશ્વિક રોગચાળાને લીધે આ વર્ષે ‘એકતા દૌડ’ યોજવામાં આવી ન હતી. આ પ્રસંગે સરદાર પટેલ ચોક,નવી દિલ્હી ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે,સરદાર પટેલ નું લોખંડી નેતૃત્વ, કર્તવ્યનિષ્ઠા અને રાષ્ટ્રભક્તિ હંમેશાં માર્ગદર્શન આપશે.તેમણે ઉપસ્થિત લોકોને રાષ્ટ્રીય એકતા નું શપથ ગ્રહણ કરાવતા કહ્યું કે, ‘હું સત્યનિષ્ઠા થી શપથ લઉં છું કે, હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સલામતી જાળવવા માટે પોતાને સમર્પિત કરીશ અને આ સંદેશ આપણા દેશવાસીઓમાં ફેલાવવા માટે હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું આ શપથ આપણા દેશની એકતાની ભાવનામાં લઈ રહ્યો છું, જે સરદાર વલ્લભભાઇ પટેલની દુરદર્શિતા અને ક્રિયાઓ દ્વારા શક્ય બન્યું હતું. આપણા દેશની આંતરિક સલામતી સુનિશ્ચિત કરવા માટે હું પોતાનું યોગદાન આપવા પણ સત્યનિષ્ઠા થી પ્રતિજ્ઞા કરું છું. ‘