By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશના શાળા યુનિફોર્મ ઉદ્યોગ ઉપર માઠી અસર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશના શાળા યુનિફોર્મ ઉદ્યોગ ઉપર માઠી અસર
GeneralNational

દેશના શાળા યુનિફોર્મ ઉદ્યોગ ઉપર માઠી અસર

HM News
Last updated: 02/10/2020 9:54 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ, તા. ૨ : કોરોના એ વર્ષ ૨૦૨૦ શરૂ થયું ત્યારથી જ લગભગ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે અને હજુ આજની તારીખે પણ કોરોના નથી ગયો તેવામાં કોરોનાની માઠી અસર દેશના લગભગ બધા જ ઉદ્યોગોમાં થઇ છે ત્યારે શાળાના યુનિફોર્મ બનાવતા ઉદ્યોગોમાં પણ કોરોનની ખુબ માઠી અસર જોવા મળી છે.

વર્ષ ૨૦૨૦નું શૈક્ષણિક સત્ર લગભગ અડધું પૂરું થવામાં છે ત્યારે શાળાઓ ખુલશે કે કેમ એ પણ સવાલ છે અને શાળાઓ ખયાલશે ત્યારે તેના નવા નિયમો પણ કેવા હશે તે માટે પણ હજુ અનેક અટકળો ચાલી રહી છે.

દેશના કુલ ૨૦ હજાર યુનિફોર્મ કાપડ ઉદ્યોગમાં સ્ટોક જમા પડ્યો છે. સૂરત કાપડ માર્કેટનું હબ માનવામાં આવે છે,ત્યારે સુરતમાં વર્ષના એક હજાર કરોડના યુનિફોર્મ અને ડ્રેસ મટીરીયલ્સનો ધંધો થાય છે.સૂરતમાં અઢીસો જેટલા ઉદ્યોગો યુનિફોર્મ સાથે જોડાયેલા છે.

ડિસેમ્બરથી યુનિફોર્મ ઉદ્યોગો ધમધમતા થઇ જતા હોય છે.શાળાઓ ખુલે તે અગાઉ યુનિફોર્મનો ફૂલ સ્ટોક બજારમાં રહે તેવી તૈયારી સાથે યુનિફોર્મ માર્કેટ તૈયાર હોય છે પરંતુ આ વર્ષે વર્ષની શરૂઆતમાં જ કોરોનાએ વર્ષની કાયાપલટ કરી નાખી છે ત્યારે યુનિફોર્મ સ્ટોકિસ્ટ,વિક્રેતાઓ પાસે અંદાજે ૧૦૦ કરોડ જેટલા માલનો ભરાવો થઇ ગયો છે.

મિલો માં ૩૦% ઉત્પાદન જ

મુંબઈના યુનિફોર્મ કાપડ સાથે સંકળાયેલા વેપારીઓનું કહેવું છે કે ૩૦% ઉત્પાદન જ શકય બને છે મુંબઈ મિલ માલિકો,પાવરલૂમ નિર્માતા,ભિવંડી,ગોરખપુર, ભીલવાડા,લુધિયાણા,બાલતોરા,વગેરે બજારમાં અંદાજે ૨ હજાર કરોડનો સ્ટોક અત્યારે જમા પડ્યો છે.

સોલાપુરના કારખાના બંધ

મહારાષ્ટ્રના સોલાપુરને યુનિફોર્મનું હબ માનવામાં આવે છે જયાં હજારો યુનિફોર્મ વિક્રેતાઓ ખરીદી માટે આવે છે.અત્યારે ઉત્પાદકો પાસે ૨૦૦ કરોડ રૂપિયા જેટલો સ્ટોક પડ્યો છે ત્યારે કારખાના હાલ બંધ છે અને કોરોના સંકટ વચ્ચે ૧૫૦૦ જેટલા કારીગરો બેરોજગાર બન્યા છે.

એન્કાઉન્ટર બાદ હવે વિકાસ દુબેની સંપત્તિનો હિસાબ થશે, EDએ શરૂ કરી તપાસ
મૂળ માલિક બની બીજાની જમીન વેચીને 50 લાખની ઠગાઈના કેસમાં મહિલા સહિત ત્રણની ધરપકડ
તાપી જિલ્લામાં ભાજપનાં ત્રણ સભ્યોની પક્ષમાંથી હકાલપટ્ટી, જાણો કારણ
રાહુલ ગાંધી બાદ હવે કમલનાથ પણ પાક. PMની ભાષા બોલી રહ્યા છે : વિજયવર્ગીય
પઠાણના વિવાદે રાજકીય બાદ આધ્યાત્મિક રંગ લીધો, શાહરૂખને જીવતો સળગાવી દેવાની ચીમકી
Share This Article
Facebook Email Print
Previous Article સરકાર ૨૦૨૦-૨૧ના બીજા કવાર્ટરમાં રૂ. ૪.૩૪ લાખ કરોડ રૂપિયાની લોન લઇ જરૂરીયાતો પુરી કરશે
Next Article સપ્ટેમ્બરમાં UPI દ્વારા રૂ.3.29 લાખ કરોડના રેકોર્ડબ્રેક ટ્રાન્ઝેક્શન થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up