નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે કેરળના તિરુવનંતપુરમ સ્થિત શ્રી પદ્મનાભસ્વામી મંદિરના વહીવટમાં ત્રાવણકોર રાજવી પરિવારના અધિકારને સમર્થન આપ્યું છે. દેશના સૌથી ધનિક મંદિરોમાં ગણાતા તિરુવનંતપુરમના ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના સંચાલન અંગેના વિવાદ અંગે આજે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.ત્રાવણકોટ રાજવી પરિવારની તરફેણમાં આ ચુકાદો છે
સુપ્રિમ કોર્ટમાં ૧ જાન્યુઆરી, ૨૦૧૧ ના રોજ કેસ દાખલ કરાયો હતો, ઐતિહાસિક મંદિરના વહીવટ અને સંચાલન અંગેનો વિવાદ છેલ્લા નવ વર્ષથી આર્થિક અનિયમિતતાના આક્ષેપોના પગલે સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ હતો, ત્રાવણકોટ રાજવી પરિવાર જેણે 1947 માં ભારતીય સંઘ સાથે રજવાડાના એકીકરણ પહેલાં દક્ષિણ કેરળ અને તમિળનાડુના કેટલાક નજીકના ભાગોમાં શાસન કર્યું હતું.
ત્રાવણકોર રોયલ હાઉસ દ્વારા 18મી સદીમાં આ મંદિરને ફરી બાંધવામાં આવ્યું હતું.ભારતની આઝાદી બાદ પણ આ મંદિરનું સંચાલન જે ટ્રસ્ટ કરી રહ્યું હતું તેના પર રાજવી પરીવારનો હક હતો.કેરળ હાઇકોર્ટે આ સમગ્ર મામલે 2011માં જે ચુકાદો આપ્યો હતો તેને લઇને સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ છે.અને તેનો ચુકાદો આવ્યો છે.

