નવી દિલ્હી :તા.20મે શુક્રવાર,2022 દેશની સૌથી મોટી વિધાનસભા હવે પેપરલેસ (paperless) થઇ ગઇ છે. જી હા,403 સભ્યોની ઉત્તર પ્રદેશ વિધાનસભા હવે ઈ-વિધાન હેઠળ કામ કરશે.23 મેથી શરૂ થનારું વિધાનસભાનું બજેટ સત્ર સંપૂર્ણ રીતે હાઈટેક રહેશે.હવે સભ્યોના પ્રશ્નો અને મંત્રીઓના જવાબો બધુ જ ટેબ્લેટનાં માધ્યમ દ્વારા કરવામાં આવશે.આટલું જ નહીં,સામાન્ય જનતા ગૃહમાં તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વર્તણૂકને પણ લાઈવ ટ્રેક કરી શકશે.આ માટે વિધાનસભાની તમામ સીટો પર ટેબલેટ લગાવવામાં આવ્યા છે.
બજેટ સત્ર થવાના પહેલાં 20 અને 21 મે ના રોજ યૂપી વિધાનસભાના સદસ્યોનો પ્રબોધન કાર્યક્રમ રહેશે,જેની શરુઆત લોકસભાના સ્પીકર ઓમ બિરલા કરશે.યૂપીના પહેલાં નાગાલેન્ડ વિધાનસભા આવી વ્યવસ્થા સાથે પેપરલેસ હતી.આ ઉપલ્બધિ એટલા માટે પણ મોટી છે કે,હાલ લોકસભામાં પણ પેપરલેસ વ્યવસ્થા લાગૂ થઇ શકી નથી.
દેશની સૌથી મોટી વિધાનસભા થઇ પેપરલેસ, જાણો હવે આ રીતે થશે વિધાનસભાની કાર્યવાહી
Leave a Comment

