દેશમાં મહારેલીને પગલે ધંધા ઉદ્યોગોની માઠી દશા ચાલી રહી છે અને કંપ્નીઓ પણ મારે ખોટના ખાડામાં આવી ગઈ છે અને ખર્ચ ઘટાડવા ના પગલા લઇ રહી છે ત્યારે ક્રિસિલ રેટિંગ એજન્સીનો ભારે ચોંકાવનારો અહેવાલ આવ્યો છે.અહેવાલમાં એવો ઉલ્લેખ છે કે હવે કંપ્નીઓ પાસે પગાર ચૂકવવા ના રૂપિયા પણ રહ્યા નથી માટે ભારતની 40,000 જેટલી નાની મોટી કંપ્નીઓ 68 ટકા જેટલા કર્મચારીઓના પગારમાં કાપ મૂકશે અથવા તો સ્ટાફ માં ઘટાડો કરશે તેમજ હાઈ રીંગ ની પ્રક્રિયા બંધ કરી દેશે કારણ કે એમની પાસે નાણાકીય જોગવાઈ હવે રહી નથી.
ક્રિસિલ ના એમડી આશુ સુયશ દ્વારા દેશના અર્થતંત્રને તેની નાની મોટી કંપ્નીઓની વર્તમાન વ્યવસ્થા અંગે અભ્યાસ પૂર્ણ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના માટે સર્વે પણ કરવામાં આવ્યો છે. ત્યારબાદ એમણે ભારતની નાની મોટી કંપ્નીઓની અત્યારની અવસ્થા ભારે ચિંતાજનક ગણાવી છે અને નાણાકીય તંગીને લીધે આ કંપ્નીઓની હાલત વધુ ખરાબ થશે તેમ જણાવ્યું છે.
આ અહેવાલમાં એવી આગાહી પણ કરવામાં આવી છે કે બીજા ક્વાર્ટરમાં કંપ્નીઓની હાલત વધુ ખરાબ થશે અને તેમના ખર્ચમાં વધારો થશે અને આવક વધુ ઓછી થશે માટે આગામી દિવસો પણ ભારે પડકારજનક રહી શકે છે.
અહેવાલમાં એવો હિસાબ કરવામાં આવ્યો છે કે દેશના કુલ 55 જેટલા સેક્ટરોમાં પથરાયેલી આ 40000 કંપ્નીઓ નો પગાર નો કુલ ખર્ચ 12 લાખ કરોડ જેટલો થવા જાય છે પરંતુ અત્યારે શહેરી ડિમાન્ડ અત્યંત નબળી પડી ગઈ છે ત્યારે એમની પાસે પગાર આપવાના રૂપિયા રહ્યા નથી માટે સ્ટાફ માં ઘટાડો થશે અને કર્મચારીઓના પગારમાં કાપ મુકવામાં આવશે.