નવી દિલ્હી : તા.28 મે 2022,શનિવાર : દેશભરમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક PIL દાખલ કરવામાં આવી છે.તેમાં માંગ કરવામાં આવી છે કે,દેશની 100 વર્ષથી જૂની બધી પ્રમુખ મસ્જિદોનું સર્વે કરાવવામાં આવે આ માટે ભારતીય પુરાતત્વ વિભાગ(ASI)ને આદેશ આપવામાં આવ્યો છે.આ PILમાં માગ કરવામાં આવી છે કે,સુપ્રીમ કોર્ટ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અથવા કોઈ અન્ય સંસ્થાને આદેશ આપે કે,તેઓ આ મસ્જિદોનું સર્વે કરે.આ ઉપરાંત 100 વર્ષથી વધુ જૂની મસ્જિદોમાં તળાવો અને કૂવાઓમાંથી વજૂઓનું સ્થળાંતર કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.આ સર્વેક્ષણોને ગુપ્ત રાખવાની માંગ કરવામાં આવી છે.જેથી જો કોઈ અવશેષો મળે તો સાંપ્રદાયિક તિરસ્કાર અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ઘટનાઓ ટાળી શકાય.
આ અરજીમાં આગળ કહેવામાં આવ્યું કે,મધ્યકાલીન યુગમાં મુસ્લિમ આક્રમણકારીઓએ અનેક હિન્દુ,જૈન,શીખ અને બૌદ્ધ મંદિરોને અપવિત્ર કરી દીધા હતા.આ સાથે જ તેને તોડીને મસ્જિદો બનાવી દેવામાં આવી હતી તેથી આ પ્રાચીન પૂજા સ્થળોમાં ઘણા દેવી-દેવતાઓના અવશેષો મળી આવશે જે ઈસ્લામ ઉપરાંત અન્ય ધર્મોના હશે.પરસ્પર સહકાર અને સદ્ભાવ માટે આ મસ્જિદોમાં હાજર અવશેષોનું સન્માન કરવું જોઈએ અને પ્રાચીન ધાર્મિક અવશેષોની સંભાળ અને પરત માટે પગલાં લેવા જોઈએ.આ PIL દિલ્હી-એનસીઆરના એડવોકેટ શુભમ અવસ્થી અને સપ્તર્ષિ મિશ્રાએ એડવોકેટ વિવેક નારાયણ શર્મા દ્વારા દાખલ કરવામાં આવી છે.તેમાં દાવો કરવામાં આવ્યો છે કે,વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં તળાવ/કૂવામાં એક શિવલિંગ મળી આવ્યું હતું.જ્યાં મુસલમાન વજૂ કરે છે.આ પ્રથા દાયકાઓથી ચાલું છે.આ પવિત્ર શિવલિંગના પ્રત્યે જાણીજોઈને દ્વેષ અને હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યે એક પ્રત્યે એક પ્રતિશોધને દર્શાવે છે જેથી હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી શકાય.PILમાં 100 વર્ષથી વધુ જૂની મોટી મસ્જિદોના તળાવો અને કૂવાઓથી વજૂને સ્થળાંતર કરવા માટેના નિર્દેશની પણ માંગ કરવામાં આવી છે.