સુરત : રવિવાર : બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં આજે સાંજે વધુ એક બ્રિજ ખુલ્લો મૂકાશે.સુરત શહેરનો 117 મો બ્રિજ યુનિટ બ્રિજ બન્યો છે.આ બ્રિજ દેશના સૌથી પહેલો થ્રી લેયર બ્રિજ છે. 133.50 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજને આજે સાંજે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ રાજ્ય અને કેન્દ્ર સરકારના પાંચ મંત્રીઓની હાજરીમાં ખુલ્લો મૂકશે.આ બ્રિજ ખુલ્લો મુકાતા રીંગરોડ વિસ્તારમાં જે ટ્રાફિક સમસ્યા છે તે હવે ભૂતકાળ બની જશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.આ સાથે સાથે અઢી દાયકા પહેલાં બનેલા રીંગ રોડ ફ્લાય ઓવર બ્રિજના રીપેરીંગની કામગીરી પણ પુરી થઈ હતી તે બ્રિજ પણ રીપેરીંગ બાદ ખુલ્લો મૂકાશે,
રીંગરોડ વિસ્તારની ફિકની સમસ્યાના કારણે 25 વર્ષ પહેલા સહારા દરવાજા જંકશન નજીક.18 કરોડના ખર્ચે બ્રિજ બનાવ્યો હતો.આ બ્રિજના કારણે રિંગરોડ પરની તે સમયની ટ્રાફિક સમસ્યાનો હલ આવ્યો હતો.ત્યાદ વાહનોની સંખ્યા તથા રીંગરોડ પર બાંધવામાં આવેલ નવી ટેક્સટાઇલ માર્કેટ તથા સહારા દરવાજા નજીક પાલિકાની હોસ્પિટલ (સ્મીમેર)ના કારણે રીંગરોડ પર ખાસ કરીને સહારા દરવાજા જંકશન પર ટ્રાફિકનું ભારણ ફરીવાર ઘણું વધ્યું હતું.શહેરમાંથી નેશનલ હાઇવે તરફ જવા માટેનો મુખ્ય માર્ગ સુરત-કડોદરા રોડ પર પણ આ જંકશન થઈને જ જવાનું રહેતુ હોય અને સુરત–કડોદરા રોડ પર પણ બોમ્બે માર્કેટ જેવી અન્ય માર્કેટ બનતા ફરી ટ્રાફિકની સમસ્યા વધી હતી.જેથી પાલિકાએ મલ્ટી લેવલ રેલ્વે ઓવરબ્રિજ- ફ્લાય ઓવરબ્રિજનું પ્લાનિંગ કર્યું હતું.અને 133 કરોડના ખર્ચે સહારા દરવાજા મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ બનાવ્યો છે.
આ ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ આજે સાંજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કરશે.આ પ્રસંગે રાજ્ય કેન્દ્ર સરકારના વસ્ત્ર અને રેલ મંત્રી દર્શના જરદોશ,ગુજરાત સરકારના શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયા,માર્ગ અને મકાન મંત્રી પુર્ણેશ મોદી,ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કૃષિ અને ઉર્જા મંત્રી મુકેશ પટેલ સાથે સાથે સુરતના તમામ ધારાસભ્ય,અન્ય સંસદ સભ્ય પ્રભુ વસાવા હાજર રહેશે