ન્યુ દિલ્હી,તા.૨૫
ભારતમાં પહેલો ૫જી સ્માર્ટફોન લોન્ચ થયો છે. આ ફોનનું નામ રિયલમી એક્સ ૫૦ પ્રો ૫જી છે. આ ફોનને સોમવારથી ખરીદી શકાય છે. અને તેનું વેચાણ ઓનલાઈન સાઈટ ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે. કંપનીએ આ ફોનમાં ફ્લેગશિપ સ્નેપડ્રેગન ૮૬૫ પ્રોસેસરની સાથે ૫જી મોડમ, ૯૦હર્ટઝ ડિસ્પલે અને ક્વોડ રિયર કેમેરાનું સેટઅપ આપ્યું છે. સ્નેપડ્રેગન ૮૬૫ દુનિયાનું સૌથી ઝડપી પ્રોસેસ છે.
રિયલમી એક્સ ૫૦ પ્રો ૫જીને ભારતમાં ૩૭,૯૯૯ રૂપિયાની શરૂઆતી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ ફોન રિયલમીની સાઈટ પરથી પણ ખરીદવામાં આવી શકે છે. આ કિંમત તેની ૬જીબી રેમ + ૧૨૮જીબી સ્ટોરેજ વેરિએન્ટની છે. કંપનીએ તેનાં ૮જીબી રેમ + ૧૨૮ જીબી સ્ટોરેજ વેરિએન્ટને ૩૯,૯૯૯ રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની તેનું ૧૨જીબી રેમ + ૨૫૬જીબી સ્ટોરેજ વાળો પણ ફોન વેચી રહ્યી છે, જેની કિંમત ૪૪,૯૯૯ રૂપિયા છે.
રિયલમી એક્સ ૫૦ પ્રો ૫જીમાં કંપનીએ ક્વોલકોમ સ્નેપડ્રેગન ૮૬૫ પ્રોસેસરની સાથે ફોનમાં ૬.૪૪ ઈંચ સુપ અમોલેડ ડિસ્પલે આપ્યું છે. તેનું રિફ્રેશ રેટ ૯૦ હટર્ઝ છે. ફોનમાં પિલ શેપ્ટ કટઆઉટ છે. આ સિવાય તેનાં ફ્રન્ટમાં ડયૂલ અલ્ટ્રા વાઈડ સેલ્ફી કેમેરો છે. ફોનમાં કંપનીએ કોર્િંનગ ગોરિલ્લા ગ્લાસ ૫નું પ્રોટેક્શન આપ્યું છે. કંપનીએ ફેનમાં ૯૨ ટકા સ્ક્રિન ટૂ બોડી રેયો આપ્યો છે. જેમાં ફુલ એચડી પ્લસ રેઝોલ્યૂશન છે. આ ફોનમાં ફ્રન્ટમાં બે કેમેરા આપ્યા છે, જેમાં પ્રાઈમરી સેન્સર ૩૨ મેગાપિક્સલ, અન્ય ૮ મેગા પિક્સલ છે. કંપનીએ ફોનમાં ૪૨૦૦ એમએએચની બેટરી આપી છે. ૬૫ વોટ સુપર ડાર્ટ ફાસ્ટ ચાર્િંજગ ટેક્નોલોજી સાથએ આવે છએ. આ ફોનમાં ક્વોડ રિયર કેમેરાનું સેટઅપ છે, જે ૬૪મેગાપિક્સલ છે. આમ વિવિધ અવનવા ફિચર્સ માટે આ ફોનની ટેક્નોલોજી અદ્યતન છે.
દેશનો પ્રથમ ૫જી ફોન રિયલમી એક્સ ૫૦ પ્રો લોન્ચ થયો

Leave a Comment