By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશનો સૌથી મોટો ડેટા લીક! નાગરિકો, ડિફેન્સ, FB, વોટ્સએપના કરોડો એકાઉન્ટની વિગતો ચોરાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશનો સૌથી મોટો ડેટા લીક! નાગરિકો, ડિફેન્સ, FB, વોટ્સએપના કરોડો એકાઉન્ટની વિગતો ચોરાઈ
GeneralNational

દેશનો સૌથી મોટો ડેટા લીક! નાગરિકો, ડિફેન્સ, FB, વોટ્સએપના કરોડો એકાઉન્ટની વિગતો ચોરાઈ

HM News
Last updated: 24/03/2023 8:09 AM
HM News
2 years ago
Share
SHARE

– 2.55 લાખ સેનાના જવાનોના ડેટામાં તેમના વર્તમાન રેન્ક, ઈમેઈલ આઈડી, પોસ્ટિંગનું સ્થળ વગેરે સામેલ

અત્યાર સુધીના સૌથી મોટા સોશિયલ મીડિયા ડેટા લીકનું ભાંડાફોડ થયું છે.આ મામલે સાત લોકોની ધરપકડ કરાઈ છે.સાઈબર પોલીસ અનુસાર આ ડેટા લીકમાં સરકારી અને બિન સરકારીના આશરે 16.8 કરોડ એકાઉન્ટનો ડેટા ચોરી લેવાયો હતો.તેમાં ૨.૫૫ લાખ સેનાના અધિકારીઓનો પણ ડેટા સામેલ છે.આ ડેટા લીકને દેશનો સૌથી મોટો ડેટા લીક કહેવાઈ રહ્યો છે.

તેલંગાણાની સાઈબરાબાદ પોલીસે આખી ગેંગ પકડી

આ આખી ગેંગને તેલંગાણાની સાઈબરાબાદ પોલીસે પકડી છે.આ લોકો 140 જુદી જુદી કેટેગરીમાં ડેટા વેચી રહ્યા હતા.તેમાં સૈન્યના જવાનોના ડેટા ઉપરાંત દેશના તમામ લોકોના ફોન નંબર, NEETના વિદ્યાર્થીઓની ગુપ્ત માહિતી વગેરે સામેલ છે.તેની માહિતી સાઈબરાબાદ પોલીસના કમિશનર એમ.સ્ટીફન રવિન્દ્રએ આપી હતી.

દિલ્હીથી સાત ડેટા બ્રોકર્સ પકડાયા

આ મામલે સાત ડેટા બ્રોકર્સની દિલ્હીથી ધરપકડ કરાઈ છે.તમામ આરોપી નોઈડાના એક કોલ સેન્ટરના માધ્યમથી ડેટા એકઠો કરી રહ્યા હતા.આરોપીઓએ સ્વીકાર્યું કે આ ચોરાયેલા ડેટાને 100 સાઈબર ઠગોને વેચી દેવાયો હતો. આ ડેટા લીકમાં 1.2 કરોડ વોટ્સએપ યૂઝર્સ અને 17 લાખ ફેસબુક યૂઝર્સનો ડેટા સામેલ છે.

સેનાના જવાનોનો આ ડેટા લીક થયો

સેનાના જવાનોના ડેટામાં તેમના વર્તમાન રેન્ક,ઈમેઈલ આઈડી,પોસ્ટિંગનું સ્થળ વગેરે સામેલ છે.આ ડેટાનો ઉપયોગ સૈન્યની જાસૂસી માટે થઈ શકે છે.પોલીસના અહેવાલ અનુસાર આરોપીઓએ 50,000 લોકોના ડેટાને ફક્ત 2,000 રૂ.માં વેચી માર્યો હતો.ડીસીપી(સાઈબર ક્રાઇમ વિંગ) રીતિરાજે આ મામલે કહ્યું કે ગુપ્ત અને સંવેદનશીલ ડેટાના વેચાણ અને ખરીદી વિશે સાઈબરાબાદ પોલીસની સાઈબર ક્રાઈમ વિંગને એક ફરિયાદ મળી હતી.પોલીસ ગત બે મહિનાથી આ કેસ પર કામ કરી રહી હતી.

અગાઉ 84 દેશોના યૂઝર્સનો ડેટા લીક થયો હતો

અગાઉ નવેમ્બર 2022માં વોટ્સએપના ભારત,અમેરિકા,સાઉદી અરબ અને ઈજિપ્ત સહિત 84 દેશોના યૂઝર્સનો ડેટા લીક થયો હતો અને આ ડેટાનું ઓનલાઇન વેચાણ પણ કરાયું હતું.દુનિયાભરના આશરે 48.7 કરોડ વોટ્સએપ યૂઝર્સનો ડેટા હેક કરાયો હતો.હેક કરાયેલા ડેટામાં 84 દેશોના વોટ્સએપ યૂઝર્સના મોબાઇલ નંબર પણ સામેલ હતા.જેમાં 61.62 લાખ ફોન નંબર ભારતીયોના હતા.

This Chatbot Has Over 660 Million Users
બડબોલા નેતા મનસુખ વસાવા અગાઉ પણ ભાજપને ફિક્સમાં મુકી ચુક્યા છે !
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલના ચૂંટણી લડવા પર સસ્પેન્સ યથાવત
વઘઇ નગર સહિત તાલુકા પંથક માં સતત ત્રણ દિવસે બપોર બાદ ધોધમાર વરસાદી ઝાપટાનેપગલે ઠંડક પ્રસરી જતા લોકોએ હાશકારો અનુભવ્યો
મૃતદેહ પર રૂપિયા પડાવતી ટોળકી : સુરતમાં કોરોના મૃતકના મોઢાંમાં ગંગાજળ મૂકવાનો ભાવ 3000 હજાર, મૃતદેહ સ્મશાન પહોંચાડવાના 1000 રૂપિયા
Share This Article
Facebook Email Print
Previous Article જેલમાં કેદ નવજોત સિંહ સિદ્ધુની પત્નીને સ્ટેજ ટુ કેન્સર, કહ્યું -માફ કરશો વધારે રાહ નહીં જોઈ શકું
Next Article Twitterના પૂર્વ કો-ફાઉન્ડર જેક ડોર્સીની કંપની સામે હિંડેનબર્ગનો રિપોર્ટ, 52.6 કરોડ ડોલરનું ધોવાણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up