દેશભરમાં 40 દિવસથી ચાલી રહેલા લોકડાઉનના કારણે દારૂ વગર વિતાવી રહેલા નશેડીઓને હાલ એવી તાલાવેલી જોવા મળી રહી છે કે,સવારથી લાંબી લાંબી લાઈનો લગાવી દીધી છે.અનેક લોકો દુકાનોની પૂજા અર્ચના કરતા પણ જોવા મળ્યા હતા.દુકાનની આગળ નાળિયેર ફોડી શુભારંભ કર્યો હતો. દિલ્હીમાં તો એક દુકાનની આગળ એક કિલોમીટર લાંબી લાઈન લાગી હતી.
દારૂની દુકાનો બંધ થતાં રાજ્યોની આવકમાં થયો ધરખમ ઘટાડો
દેશમાં છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા લોકડાઉનના કારણએ સરકારોની આવક ઘટવાના કારણે તિજોરીના તળિયા દેખાવા લાગ્યા છે.આજ કારણ છે કે, લોકડાઉનના ત્રીજા તબક્કામાં મોદી સરકારે પણ આ વાતની ગંભીરતા જાણી આપેલી છૂટમાં સૌથી મહત્વનું દારૂની દુકાન ખોલવાની મંજૂરી આપી છે. સરકારો પણ જાણે છે કે,રાજ્યોની કુલ રેવન્યૂમાં 15થી 30 ટકા ભાગીદારી દારૂની છે.દારૂના કારણે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે આજથી દેશમાં મોટા ભાગના રાજ્યોમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે.
આપને જણાવી દઈએ કે,દેશમાં તમામ રાજ્યોમાં લગભગ 2.5 લાખ કરોડનું રેવન્યૂ દારૂના વેચાણના કારણે આવે છે.યુપીના તમામ જિલ્લામાં આજથી કેન્દ્રની ગાઈડલાઈન મુજબ દારૂની દુકાન ખોલવાની મંજૂરી આપી દીધી છએ. જો કે,સરકારે આગરા અને મેરઠમાં દુકાન ખોલવાની મનાઈ કરી દીધી છે.
દિલ્હીમાં આજથી 150 દુકાનો ખુલશે
રાજધાની દિલ્હીમાં સોમવારથી દારૂની 150 દુકાનો ખોલવાની સંભાવના છે.દારૂની આ દુકાનો દિલ્હીમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર આવેલી છે.આ વચ્ચે પૂર્વી દિલ્હીના ચંદ્ર વિહાર સ્થિત એક દારૂની દુકાનની બહાર તો લોકોની એટલી ભીડ લાગી હતી કે,સવારના 9 વાગ્યાથી ત્યાં એક કિલોમીટર લાંબી લાઈન લાગી છે.
સરકારની તિજોરી ભરવામાં દારૂનો મોટો હાથ
આ વાતને લઈ ચર્ચા એટલી જોર પકડ્યુ છે કે,દેશમાં સરકારે આખરે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી કેમ આપી.જણાવી દઈએ કે,નાણાકીય વર્ષ 2019-20માં મહારાષ્ટ્રમાં 24,000 કરોડ રૂપિયા,પશ્ચિમ બંગાળમાં 11,874 કરોડ રૂપિયા,તેલંગણામાં 21,500 કરોડ રૂપિયા,યુપીમાં 26,000 કરોડ, કર્ણાટકમાં 20,948 કરોડ,પંજાબમાં 5600 કરોડ, રાજસ્થાનમાં 78000 કરોડ રૂપિયાનું રેવન્યૂ મળ્યુ હતું.દિલ્હીમાં પણ 5500 કરોડ રૂપિયાની આવક થાય છે.