મુંબઈ, તા. 12 ઓગષ્ટ 2022,શુક્રવાર : બોલીવુડના બે દિગ્ગજ સ્ટાર આમિર ખાન અને અક્ષય કુમારની ફિલ્મો ફ્લોપ થતા સમગ્ર મનોરંજન જગતમાં હાહાકાર મચી ગયો છે.આમિરની લાલસિંહ ચઢ્ઢાની ચર્ચા અને અક્ષય કુમારની રક્ષાબંધન ગઈકાલે તારીખ 11 મી ઓગસ્ટે રિલીઝ થઈ હતી આ બંને ફિલ્મોને પહેલા દિવસે માંડ 10 થી 15 ટકાની મળતા શુક્રવારથી દેશભરમાં આ ફિલ્મોના શો કેન્સલ થઈ રહ્યા છે.
બોલીવુડના ટ્રેડ ના સૂત્રોના જણાવ્યા અનુસાર લાલસિંહ ચઢ્ઢાના આશરે 1300 જેટલા શો કેન્સલ થયા છે જ્યારે રક્ષાબંધનના 1000 જેટલા શો કેન્સલ થયા છે.કેટલાય થિયેટરોમાં ઓડિટોરિયમમાં માંડ 15 થી 20 પ્રેક્ષકો જ ફરકતાં છેવટે એક્ઝિબ્યુટર્સ દ્વારા શો કેન્સલ કરવાનો નિર્ણય લેવાયો છે.આ બંને ફિલ્મોના નબળા એડવાન્સ બુકિંગ પછી પહેલા દિવસે બંનેની કમાણી 25 કરોડ રૂપિયા થવાનો અંદાજ હતો પરંતુ ટ્રેડ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પહેલા દિવસે લાલસિંહનેમાં 12 કરોડ રૂપિયા અને રક્ષાબંધનને માંડ 8 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.ગુરૂવારના રક્ષાબંધનના પર્વથી સોમવારના આઝાદીના પર્વ સુધી પાંચ દિવસના લોંગ વિકેન્ડમાં મહત્તમ કમાણીનો અંદાજ રાખી ફિલ્મો રિલીઝ કરનારા આ ફિલ્મોના સર્જકો સર્જકોએ ભારે ફટકો સહન કરવો પડ્યો છે.