ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે.દેશમાં 33 બાદ દિવસ બાદ કોરોનાના નવા કેસ 10 હજારથી વધારે નોંધાયા છે.દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.ગઈકાલ કરતાં આજે કોરોનાના કેસમાં 43 ટકાનો વધારો થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ,છેલ્લા 24 કલાકમાં 13,154 નવા કેસ નોંધાયા છે અને 268 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 82,402 પર પહોંચી છે.ઓમિક્રોનના કુલ કેસ 961 થયા છે.
છેલ્લા 18 દિવસમાં કેટલા કેસ નોંધાયા હતા
29 ડિસેમ્બરે 9195 કેસ અને 302 સંક્રમિતોના મોત થયા હતા.28 ડિસેમ્બરે 6358 કેસ નોંધાયા હતા.27 ડિસેમ્બરે 6531 કેસ અને 162 સંક્રમિતોના મોત થયા હતા.26 ડિસેમ્બરના રોજ 6987 કેસ અને 162 લોકોએ જીવ ગુમાવ્યો હતો.25 ડિસેમ્બરે 7189 નવા કેસ અને 387 સંક્રમિતોના નિધન થયા હતા. 24 ડિસેમ્બરે 6650 કેસ અને 374 સંક્રમિતોના મોત થયા હતા.23 ડિસેમ્બરે 6317 નવા કેસ અને 434 લોકોએ જીવ ગુમાવ્યો હતો.22 ડિસેમ્બરે 6317 નવા કેસ 318 સંક્રમિતોના મોત થયા હતા.21 ડિસેમ્બરે 5326 નવા કેસ અને 453 સંક્રમિતોના મોત થયા હતા. 20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા.19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા.16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા.15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા.14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા.12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું
દેશમાં અત્યાર સુધીમાં 143, 83,22,742 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 63,91,282 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.
કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,99,282,612 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ

