– એક દિવસમાં વધુ 464 દર્દીના કોરોનાથી મોત થયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસોમાં ધીમે પગલે વધારો નોંધાઈ રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. 24 કલાકમાં કોરોનાના નવા કેસ 44,643 નોંધાયા છે જેને પગલે કોરોનાના કુલ સંક્રમિતોનો આંક વધીને 3,18,56,757 થયો છે.દેશમાં સળંગ ત્રીજા દિવસે કોરોનાના સક્રિય કેસોમાં ઉછાળો આવ્યો છે.દેશમાં કોરોનાથી વધુ 464 દર્દીનાં મોત થયા છે અને કુલ મૃત્યુઆંક વધીને 4,26,754 થયો હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
કોરોનાથી સ્વસ્થ થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 3,10,15,844 રહી છે અને રિકવરી રેટ 97.36 ટકા નોંધાયો છે.એક્ટિવ કેસ કુલ કેસલોડના 1.30 ટકા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસો ચાર લાખને પાર રહ્યા છે.આઈસીએમઆરના મતે ગુરુવારે દેશમાં કોરોનાના 16,40,287 સેમ્પલના ટેસ્ટ કરાયા હતા.અત્યાર સુધીમાં દેશમાં 47,65,33,650 કોરોના સેમ્પલના ટેસ્ટ કરાયા છે.કોરોનાના દૈનિક પોઝિટિવિટી રેટ 2.72 ટકા નોંધાયો છે જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.41 ટકા નોંધાયો છે.
દેશમાં કોરોના રસીકરણ પર કેન્દ્ર સરકાર ભાર આપી રહી છે અને અત્યાર સુધીમાં 49.53 કરોડ કોરોના રસીના ડોઝ આપવાનું કામ પૂર્ણ થયું છે.વિતેલા એક દિવસમાં મહારાષ્ટ્રમાં 120 દર્દી અને કેરળમાં 117 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા હોવાનું મંત્રાલયે જણાવ્યું છે.