નવી દિલ્હી : ભારતમાં કોરોનાના નવા ૧૮,૯૩૦ કેસ નોૅંધવામાં આવ્યા છે.આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૩૫,૬૬,૭૩૯ થઇ ગઇ છે.દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૧,૧૯,૪૫૭ થઇ ગઇ છે.વધુ ૩૫ લોકોનાં મોત નોૅંધાતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ૫,૨૫,૩૦૫ થઇ ગયો છે.છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસોમાં ૪૨૪૫નો વધારો થયો છે.છેલ્લા ૨૪ કલાકમાં ૪,૩૮,૦૦૫ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.આ સાથે જ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૮૬.૫૩ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.દૈનિક પોઝિટીવ રેટ ૪.૩૨ ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ ૩.૮૬ કા નોંધવામાં આવ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા ૩૫ મોત પૈકી ૧૯ કેરળમાં,સાત મહારાષ્ટ્રમાં અને ત્રણ પશ્ચિમ બંગાળમાં નોંધવામાં આવ્યા છે.

