– મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૪૦૦૦ને પારઃ દિલ્હીમાં સ્થિતિ ગંભીરઃ કેસનો આંકડો ૨૦૦૦થી વધુઃ એક દિવસમાં સૌથી વધુ ૧૫૮૦ દર્દીનો વધારોઃ તેમાંથી ૧૦૪૬ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના
નવી દિલ્હી,તા.૨૦:દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૭,૩૪૦એ પહોંચી છે.ગઇકાલે ૨૦ રાજ્યોમાં ૧૫૮૦ સંક્રમિતોની સંખ્યા વધી તે એક દિવસમાં નવા કેસના સૌથી વધેતા આંકડા છે.તેનાથી એક દિવસ પહેલા શનિવારે ૧૩૭૧ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.ગઇકાલે મહારાષ્ટ્રમાં ૫૫૨,ગુજરાતમાં ૩૬૭ અને રાજસ્થાનમાં ૧૨૭ કેસ સામે આવ્યા ત્રણ રાજ્યોમાં ૧૦૪૬ કેસો નોંધાયા.મધ્યપ્રદેશમાં ૫ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા તેથી કોરોના સંક્રમિતોની સંખ્ફા ૧૪૦૭એ પહોંચી છે.મહારાષ્ટ્રમાં ગઇકાલે ૫૫૨ નવા કેસ નોંધાયા સંક્રમિતોની સંખ્ય ૪૨૦૦એ પહોંચી છે.રાજસ્થાનમાં સંક્રમિતોની સંખ્યા ૧૪૭૮એ પહોંચી છે.ગઇકાલે ૧૨૭ રીપોર્ટ પોઝીટીવ આવ્યા તેમાં જોધપુરમાં ૩૦,ભરતપુરમાં ૧૭,નાર્ગોરમાં ૧૨,જયપુરમાં ૭ સવાઇ માધોપુરમાં ૪ બીકાનેર,કોટા અને ઝીલાવાડમાં ૨-૨ કેસ નોંધાયા છે.
યુપીમાં ગઇ કાલે ૧૨૫ કેસ નવા આવ્યા છે.તેથી યુપીમાં સંક્રમિતોની સંખ્યા ૧૦૯૮એ પહોંચી છે.રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી ૯૧૫ની સારવાર ચાલી રહી છે.બિહારમાં સંક્રમિતોની સંખ્યા ૯૬એ પહોંચી છે.ગઇ કાલે બિહારમાં સંક્રમણના ૧૦ કેસ સામે આવ્યા છે.તેમજ અત્યાર સુધીમાં ૪૨ લોકો સ્વસ્થ થઇ ચુકયા છે.ગુજરાતમાં કુલ સંક્રમિતોની રાજ્યમાં ૩૬૭ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.તેથી સંક્રમિતોની સંખ્યા ૧૭૪૩એ પહોંચી છે.તેમજ રાજ્યમાં ૫ સંક્રમિતોના મોત થવા છે.દિલ્હીમાં ગઇ કાલે ૧૧૦ કેસ સામે આવ્યા છે.તેથી કુલ સંક્રમિતોની સંખ્યા ૨૨૦૩એ કેસ પહોંચ્યા છે.