નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી દેશના કેટલાક ભાગોમાં કોરોનાના કેસ વધવાના શરૂ થયા છે ત્યારે કોરોનાનું સંક્રમણ કેટલું ઝડપથી ફેલાઇ રહ્યું છે તેનો અંદાજ આપતી આર-વેલ્યૂ જાન્યુઆરી પછી પહેલી વખત એકથી વધુ થઈ છે.ચેન્નાઇના ઇન્સ્ટિટ્યુટ ઓફ મેથેમેટિકલ સાયન્સિસના રિસર્ચર સિતાભ્રા સિંહાએ જણાવ્યું હતું કે, ૧૨-૧૮ એપ્રિલના ગાળામાં આર વેલ્યૂ ૧.૦૭ રહી છે અને છેલ્લા કેટલાક સપ્તાહમાં તેમાં ધીમો વધારો નોંધાયો છે.ઉલ્લેખનીય છે કે, ૫-૧૧ એપ્રિલના ગાળામાં દેશમાં આર-વેલ્યૂ ૦.૯૩ના સ્તરે હતી. અગાઉ ૧૬-૨૨ જાન્યુઆરીના સપ્તાહમાં આર-વેલ્યૂ એકની ઉપર ૧.૨૮ નોંધાઇ હતી.સિંહાએ કહ્યું હતું કે, “આર-વેલ્યૂમાં વૃદ્ધિ માટે માત્ર દિલ્હી નહીં, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પણ જવાબદાર છે.”
દિલ્હીમાં કેસમાં 60 ટકાનો ઉછાળો
દિલ્હીમાં કોરોનાના કેસમાં એક દિવસમાં 60 ટકાનો જંગી વધારો થયો છે.બુધવારે શહેરમાં 1,009 નવા કેસ નોંધાયા હતા, જે અગાઉના દિવસ કરતાં બમણા કરતાં વધુ છે.બુધવારે કોરોનાનાથી એક વ્યક્તિનું મોત પણ થયું હતું.દિલ્હીના આરોગ્ય વિભાગ મુજબ દિલ્હીમાં 10 ફેબ્રુઆરી પછીથી એક દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા.
કોરોનાના નવા 2,067 કેસ, 40નાં મોત
દેશમાં કોરોનાના નવા ૨,૦૬૭ કેસ નોંધાયા છે.આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ૨૪ કલાકમાં વધુ ૪૦નાં મૃત્યુ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૫,૨૨,૦૦૬ થયો છે.૪૮૦ની વૃદ્ધિ સાથે દેશમાં એક્ટિવ કેસ ૧૨,૩૪૦ થયા છે.એક્ટિવ કેસ કુલ સંક્રમણના ૦.૦૩ ટકા છે અને રિકવરી રેટ ૯૮.૭૬ ટકા છે.દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૪૯ ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૦.૩૮ ટકા નોંધાયો છે.
રાજ્યR- વેલ્યૂ
દિલ્હી 2.12
ઉત્તરપ્રદેશ 2.12
કર્ણાટક 1.04
હરિયાણા 1.7 મુંબઇ 1.13
ચેન્નાઇ 1.18
બેંગલુરુ 1.04

