24 કલાકમાં 17,336 કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસ પહેલા 13313 દર્દી સામે આવ્યા હતા.આનો અર્થ છે કે દેશમાં એક દિવસમાં ચાર હજારથી વધારે કેસ વધ્યા છે.કોરોના ફરી એકવાર પોતાના બિહામણા સ્વરૂપ સુધી પહોંચવાની તૈયારીમાં છે.દેશમાં ઝડપથી કોવિડમાં કેસમાં વધારો થઈ રહ્યો છે અને સાથે સંક્રમણ દર પણ વધતો જાય છે.શુક્રવારે સામે આવેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપૉર્ટ પ્રમાણે,24 કલાકમાં 17,336 કેસ સામે આવ્યા છે.જ્યારે એક દિવસ પહેલા 13313 દર્દી સામે આવ્યા હતા.આનો અર્થ છે કે દેશમાં એક દિવસમાં ચાર હજારથી વધારે કેસ વધ્યા છે.આ સિવાય કોરોનાના વધતા કેસ વચ્ચે સક્રિય દર્દીઓમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે.દેશમાં હવે 88,284 સક્રિય દર્દી છે.જ્યારે,ગઈ કાલ સુધી 83,990 સક્રિય દર્દી હતા.એક દિવસમાં ચાર હજારથી વધારે સક્રિય દર્દી પણ વધ્યા છે.