– દેશમાં દૈનિક સંક્રમણ દર 0.14 ટકા નોંધાયો
– દર્દીઓનો સાજા થવાનો દર 98.68 ટકા છે
નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના સાત હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે.જો કે સક્રિય દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.આજ સવાર સુધીમાં દેશમાં 61 હજારથી વધુ કોરોનાના કેસો સામે આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર સંક્રમણને કારણે 11 લોકોના મોત થયા છે.દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી પ્રભાવિત લોકોની કુલ સંખ્યા વધીને 4,48,34,859 થઈ ગઈ છે.આ ઉપરાંત મૃત્યુઆંક 5 લાખ 31 હજાર 152 પર પહોંચી ગયો છે.સૌથી વધુ ચાર મોત દિલ્હીમાં થયા છે.હરિયાણા,કર્ણાટક અને પંજાબમાં એક-એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે.કેરળના મૃત્યુઆંકમાં ચાર મોતનો પણ ઉમેરો થયો છે.
હાલમાં દેશમાં દૈનિક સંક્રમણ દર 0.14 ટકા નોંધાયો છે.દર્દીઓનો સાજા થવાનો દર 98.68 ટકા છે.કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,42,42,474 થઈ ગઈ છે.આ ઉપરાંત મૃત્યુ દર 1.18 ટકા નોંધાયો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

