કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાન હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોના વૅક્સિન લગાવવાનું કામ જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે.તેમણે એ પણ કહ્યું હતું કે ભારતમાં કદાચ કોરોના મહામારીનો ખરાબ સમય પૂર્ણ થઈ રહ્યો છે.જાન્યુઆરીના કોઈ પણ સપ્તાહમાં ભારત તેના નાગરિકોને વૅક્સિન આપવાની સ્થિતિમાં હશે.
હર્ષવર્ધને વાતચીતમાં કહ્યું હતું કે ‘મને વ્યક્તિગત રીતે લાગી રહ્યું છે કે જાન્યુઆરીના કોઈ પણ સપ્તાહમાં વૅક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે,હવે આપણે એ સ્થિતિમાં પહોંચી ચૂક્યા છીએ.જોકે અમારી પ્રાથમિકતા છે કે વૅક્સિન સુરક્ષિત અને ઇફેક્ટિવ રહે,એ બાબતે અમે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરીએ.’
તેમણે વધુમાં કહ્યું કે ‘ભારત સરકાર છેલ્લા ચાર મહિનાથી રાજ્ય સરકારની સાથે મળીને રાજ્ય,જિલ્લા અને બ્લોક સ્તર પર વૅક્સિનેશનની તૈયારીઓ કરી રહી છે. ૨૬૦ જિલ્લામાં ૨૦,૦૦૦ વર્કર્સને એની ટ્રેઇનિંગ આપવામાં આવી છે.આપણી કોશિશ રહેશે કે પ્રાથમિકતામાં સામેલ દરેક વ્યક્તિને વૅક્સિન આપવામાં આવે.જોકે કોઈ એને લેવા માગતું ન હોય તો તેની પર દબાણ કરવામાં આવશે નહીં.
કેન્દ્રીય સ્વાસ્થ્યપ્રધાને કોરોના વૅક્સિનના વિતરણ વિશે કહ્યું કે ‘ભારત સરકાર ગયા ચાર મહિનાથી રાજ્યોની સાથે વૅક્સિનેશનની તૈયારીમાં લાગી ગઈ છે.લોકોને સુરક્ષિત રીતે કોરોના વૅક્સિન આપવા માટે ૨૬૦ જિલ્લાના ૨૦,૦૦૦થી વધુ વર્કર્સને ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે.અમારો પ્રાયસ એ રહેશે કે અમારી પ્રાથમિકતામાં સામેલ દરેક વ્યક્તિને વૅક્સિન લગાવવામાં આવે,પણ જો કોઈ એને લગાવવા ન ઇચ્છે તો તેના પર કોઈ દબાણ કરવામાં આવશે નહીં.
બ્રિટનના નવા કોરોના વાઇરસથી ગભરાશો નહીં
બ્રિટનના નવા કોરોના વાઇરસથી લોકોમાં ઉદ્ભવેલી ચિંતા વચ્ચે ગઈ કાલે કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધને કહ્યું હતું કે સરકાર સંપૂર્ણપણે સજાગ છે અને લોકોએ ડરવાની કોઈ જરૂર નથી.
કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાને ગઈ કાલે તેના જૉઇન્ટ મૉનિટરિંગ ગ્રુપની તાકીદની મીટિંગ બોલાવી બ્રિટનમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં થયેલા વધારાને પગલે વધેલા તણાવ વિશે ચર્ચા કરી હતી.

