નવી દિલ્હી તા.7 : કેન્દ્ર સરકાર ટેકસટાઈલ ક્ષેત્ર માટે જરૂરી કાચા માલને સસ્તો કરવાની કવાયતમાં લગી ગઈ છે.સુત્રો અનુસાર એકસ્ટ્રા લોંગ સ્ટે પણ અર્થાત ઈએલએસ કોટન પર ઈમ્પોર્ટ ડયુટી ઘટાડી શકે છે.દેશમાં હજુ ઈએલએસ કેટન સહિત બધા પ્રકારના કોટન પર 10 ટકા ઈમ્પોર્ટ ડયુટી લાગે છે.
એક અધિકારીના જણાવ્યા મુજબ ઈએલએસ કોટનની આયાત સસ્તી કરવા માટે સરકાર તેની સાથે જોડાયેલા એચએસએન કોડ જાહેર કરી શકે છે.તે આંતર રાષ્ટ્રીય બજારમાં નિકાસ સામંજસ્ય પ્રણાલી અંતર્ગત ઉત્પાદનને અપાયેલો કોડ હોય છે.તેના માટે નવો કોડ આવ્યા બાદ તેના પર અલગથી ડયુટી ઘટાડવી સંભવ થઈ શકશે.દેશમાં આ કોટનનું ઉત્પાદન માંગના હિસાબે પુરૂ નથી પડતુ આ કારણે ઉદ્યોગ જગતે આયાત પર જ નિર્ભર રહેવુ પડે છે.
નવા કોડની વ્યવસ્થા આવી ગયા બાદ સરકાર તેની આયાત પર લાગતી 10 ટકા ડયુટી ઘટાડી શકે છે.હાલના સમયમાં જીએસટીમાં બધા પ્રકારના કોટન માટે એક જ કોડ છે.દેશમાં હજુ 5-6 લાખ ઈએલએસ બેલ્ટનું ઉત્પાદન થઈ શકે છે.જયારે તેની માંગ વધારે છે આકલન અનુસાર ઉદ્યોગ જગતને લગભગ 50 ટકા આવુ કોટન વિદેશથી આયાત કરવુ પડે છે.ઈન્ડસ્ટ્રીઝનું કહેવુ છે કે 10 ટકા ઈમ્પોર્ટ ડયુટીનાં કારણે ન મત્ર ભારત ઉત્પાદનનો ખર્ચ વધી જાય છે બલકે અહી ઉત્પાદન વૈશ્વીક બજાર સાથે હરિફાઈમાં મોંઘુ થઈ જાય છે.

