(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૪ : દેશમાં હવે દરરોજ ૨૦,૦૦૦ કરોડ રૃપિયાથી વધુના ડિજિટલ ટ્રાન્ઝેકશન થાય છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં જણાવ્યું છે.આનાથી સુવિધાઓ તો વધી રહી છે તેની સાથે પ્રમાણિકતાના વાતાવરણને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.પોતાના માસિક મન કી બાત રેડિયો કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું હતું કે નાના ઓનલાઇન પેમેન્ટથી મોટા ડિજિટલ અર્થતંત્રની રચનામાં મદદ મળ ે છે અને ઘણા નવા ફિનટેક સ્ટાર્ટ અપ શરૃ થઇ રહ્યાં છે.તેમણે ડિજિટલ પેમેન્ટ સાથે સંકળાયેલા અનુભવો અન્ય લોકો સાથે શેર કરવાની પણ અપીલ કરી છે.તમારો અનુભવ અન્ય માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહેશે.હવે દેશમા દરરોજ ૨૦,૦૦૦ કરોડ રૃપિયાના ડિજિટલ ટ્રાન્ઝેકશન થઇ રહ્યાં છે. માર્ચમાં યુપીઆઇ (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) વ્યવહારો ૧૦ લાખ કરોડ રૃપિયાને પાર થઇ ગયા હતાં.૧૪ એપ્રિલે આંબેડકર જંયતિ પ્રસંગે વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલા પ્રધાનમંત્રી સંગ્રહાલય અંગે મોદીએ જણાવ્યું હતું કે તેમને આ સંદર્ભમાં દેશના અનેક લોકોના પત્રો મળ્યા છે.તેમણે લોકોને રજાના દિવસોમાં સ્થાનિક મ્યુઝિયમની મુલાકાત લેવાની પણ અપીલ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે છેલ્વા કેટલાક વર્ષોમાં લોકો ઇતિહાસ જાણવામાં વધુ રસ લઇ રહ્યાં છે.