By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશમાં બની રહેલી કોરોનાની રસી નાક દ્વારા આપવામાં આવશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશમાં બની રહેલી કોરોનાની રસી નાક દ્વારા આપવામાં આવશે
GeneralNational

દેશમાં બની રહેલી કોરોનાની રસી નાક દ્વારા આપવામાં આવશે

HM News
Last updated: 05/04/2020 3:06 AM
HM News
5 years ago
Share
SHARE

એજન્સી, દિલ્હી

કોરોના વાયરસ સામે લડવા માટે દેશમાં પણ વેક્સિન તૈયાર કરવામાં આવી રહ્યા છે જેથી દેશના લોકોને આ ભયાનક બીમારીથી બચાવી શકાય. આ વેક્સિનની ખાસ વાત એ છે કે તેને ઇન્જેક્શનની જેમ શરીરમાં લેવું પડશે નહીં, ન તો પોલિયોની જેમ તેના ડ્રોપ પીવા પડશે. તેને બહુ જ અલગ રીતે શરીરની અંદર પહોંચાડવામાં આવશે.

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક નામની કંપની કોરો ફ્લુ નામની વેક્સિન વિકસિત કરી રહી છે. કોરોના વાયરસના સારવાર માટે બનાવવામાં આવી રહેલી આ વેક્સિન શરીરમાં સિરીઝના બદલે નાકથી આપવામાં આવશે.

આ વેક્સિનનું પૂર્ણ નામ – કોરો ફ્લુ: વન ડ્રોપ કોવિડ- 19 નેસલ વેક્સિન. કંપનીનો દાવો છે કે આ વેક્સિન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કારણકે આ પહેલા પણ ફ્લુ માટે બનાવવામાં આવેલી દવાઓ સુરક્ષિત હતી.

આ માટે ભારત બાયોટેક કંપનીએ યુનિવર્સીટી ઓફ વિસ્કોસીન – મેડિસિન અને ફ્લુઝેન કંપની સાથે કરાર કર્યો છે. આ ત્રણેય વૈજ્ઞાનિકો મળી આ વેક્સિનને તૈયાર કરી રહ્યા છે

કોરોફ્લુ વિશ્વ વિખ્યાત ફ્લુની દવા M2SR ના બેઝ પર બનાવવામાં આવી રહી છે. આ યોશિહિરો કાવાઓકા અને ગ્રેબિલ ન્યુમેનને સાથે મળી બનાવી હતી. M2SR ઇન્ફ્લૂએન્ઝા બીમારી માટે એક તાકાતવર દવા છે.

આ દવા શરીરમાં જાય ત્યારથી તે તાત્કાલિક શરીરમાં ફ્લુ સામે લડવા માટે એન્ટિબોડી બની જાય છે. આ વખતે યોશિહિરો કાવાઓકાએ M2SR દવાની અંદર કોરોના વાયરસ કોવિડ – 19ના જીન સિક્વન્સ મેળવી દીધી છે.

આ વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ હજુ પણ બાકી છે. કંપની માણસો પર ક્લિનીકલ ટ્રાયલ વર્ષ ૨૦૨૦ ના અંત સુધી શરૂ કરશે. ત્યાં સુધી પરીક્ષણ યુનિવર્સીટી ઓફ વિસ્કોસીન – મેડીસીનની પ્રયોગશાળામાં ચાલતાં રહેશે.

M2SR ફ્લુ વાયરસ છે જેમાં M2 જીનનો અભાવ હોય છે.
જેના કારણે કોઈપણ વાયરસ શરીરની કોષિકાઓને તોડી નવા વાયરસ બનાવી શકતા નથી. આ દવાનો આધાર ખૂબ સફળ રહ્યો છે.

આઇએમએફએ ભારતના જીડીપીનો અંદાજ ૯ ટકાથી ઘટાડી ૮.૨ ટકા કર્યો
ગુજરાતમાં કોરોનાને લઈ સૌથી ગંભીર સમાચાર, પોઝિટીવ દર્દીઓનો આંકડો 33 પહોંચ્યો
અયોધ્યામાં દારૂ અને નોન વેજના વેચાણ પર પ્રતિબંધ મુકાશે
RSSના વખાણ કરો છો, પણ ગોલવલકરને વાંચ્યા છે કદી ? ગીતકાર જાવેદ અખ્તરે પ્રખ્યાત લેખક તારીક ફતેહને સવાલ કર્યો
કોરોનાની બીજી લહેરમાં દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધી ૧૨.૬%
Share This Article
Facebook Email Print
Previous Article બિહારમાં સ્વાસ્થ્ય કર્મચારીઓ ઉપર પથ્થરમારો, કાનપુર અને લખનઉમાં તબલિગીઓ દ્વારા મેડિકલ સ્ટાફ સાથે અભદ્ર વર્તન
Next Article સુરત : ધારાસભ્ય ઝંખનાબેન પટેલનો સંસ્થાઓના સંકલનથી જરૂરીયાતમંદોને દરરોજ ૨૦ હજાર ફુડ પેકેટ્સનો સેવાયજ્ઞ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up