– ભાજપની સરકાર મોટા સંકલ્પોને સિદ્ધિમાં બદલી રહી છે : વડાપ્રધાન
– તમામ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી અમારી પ્રાથમિકતા : મોદી
– સરકાર ગરીબોને પાક્કું ઘર આપવાનું અભિયાન ચલાવી રહી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલના ઘરે ગણેશ પૂજા કરી હતી.સાથે જ ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ગોયલના ઘરે સ્થાપિત ગણેશજીના દર્શન કર્યા હતા.
કેરળ પ્રવાસે પહોંચેલા વડાપ્રધાન મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી રાષ્ટ્રીય રાજકારણમાં નવું ધ્રુવીકરણ કરી રહી છે.કેટલાક રાજકીય પક્ષો ખુલ્લેઆમ ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર જ દેશના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે.તેમણે કહ્યું હતું કે આઝાદીનો અમૃતકાળ,ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પર કામ કરવાનો છે અને તેમાં કેરળના પરિશ્રામી લોકોની મોટી ભૂમિકા છે. ભાજપ સરકાર મોટા સંકલ્પોને સિદ્ધિમાં બદલી રહી છે.તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની સૌથી મોટી પ્રાથમિકતા દશના તમામ નાગરિકને મૂળભૂત સુવિધા પૂરી પાડવી અને આધુનિક માળખાનું નિર્માણ કરવાનું છે.
સરકાર ગરીબોને પાક્કું ઘર આપવાનું અભિયાન ચલાવી રહી છે.પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કેરળના ગરીબો માટે લગભગ બે લાખ પાક્કા ઘર સ્વીકૃત કરાયા છે.મને ખુશી છે કે તેમાંથી એક લાખ 30 હજાર કરતા વધારે ઘર પૂરા થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા ગરીબ,દલિત,પછાત,વંચિત,આદિવાસી સમુદાય સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાની છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસને ભાજપ સેવા પખવાડિયાના રૂપમાં મનાવશે
ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને ભાજપ સેવા પખવાડિયાના રૂપમાં મનાવશે. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે.દેશભરના ભાજપ એકમોને પત્ર લખાયો છે.પત્રમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીના વ્યક્તિત્વ અને કાર્યોનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટે પ્રદેશ અને જિલ્લા કક્ષાના પ્રદર્શનોનું આયોજન કરવામાં આવે.પખવાડિયા દરમિયાન મોદી@20 સપના થયા સાકાર પુસ્તકનો પ્રચાર કરવામાં આવે.