નવી દિલ્હી, તા. 13 : ભાજપના નેતા સુધીર ગુપ્તાએ આપેલા નિવેદને વિવાદ ઉભો કર્યો છે તેમણે કહ્યું કે, બોલીવુડ અભિનેતા આમીર ખાન જેવા લોકો દેશની વસ્તી અસંતુલનમાં ભૂમિકા નિભાવે છે.ગઇકાલે 11 જુલાઇના દિવસે વિશ્ર્વ વસ્તી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે મધ્યપ્રદેશના બીજેપી સાંસદે આમીર ખાનનાં તાજેતરમાં થયેલા ડિવોર્સ બાબતે ટિપ્પણી કરતા કહ્યું કે, તેમને પોતાના બાળકોની પરવા નથી અને તેમણે ત્રીજી પત્નીની શોધ પણ શરૂ કરી દીધી છે.દેશમાં વસ્તી વધારા માટે આમીર ખાન જેવા લોકો જ ભૂમિકા ભજવે છે.દેશની આબાદી 140 કરોડ પાર થઇ ગઇ છે. સામે ભારતની જમીનમાં એક ઇંચ પણ વધારો થયો નથી જે સારી ખબર નથી,તેમ જણાવતા તેમણે ઉમેર્યુ કે, વિભાજન સમયે વસ્તીની તુલનામાં પાકિસ્તાને મોટો વિસ્તાર મળ્યો હતો.મહત્વનું છે કે આમિર અને તેની પત્ની કિરણે પોતાના 15 વર્ષના લગ્ન જીવનને પૂર્ણ જાહેર કર્યુ હતું.