By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશમાં ૨૪ કલાકમાં ૧૭૨૯૬ કેસ, ૪૦૭ લોકોના મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશમાં ૨૪ કલાકમાં ૧૭૨૯૬ કેસ, ૪૦૭ લોકોના મોત
GeneralNational

દેશમાં ૨૪ કલાકમાં ૧૭૨૯૬ કેસ, ૪૦૭ લોકોના મોત

HM News
Last updated: 26/06/2020 7:58 AM
HM News
5 years ago
Share
SHARE

મહારાષ્ટ્ર્રમાં નવા ૪૯૪૧ કેસ,૧૯૨ના પ્રાણપંખેરું ઉડયા: કુલ ૪,૯૦,૪૦૧ દર્દી પૈકી ૨,૮૫,૬૩૭ સાજા થયા

દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો ઝડપથી વધતો જઈ રહ્યો છે. પાછલા ૨૪ કલાકમાં ૧૭૨૯૬ કેસ સામે આવ્યા છે અને ૪૦૭ લોકોના મોત નિપયા છે.સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૪,૯૦,૪૦૧ થઈ ગઈ છે જે પૈકી ૧૫૩૦૧ લોકોના મોત થયા છે.રાહતની વાત એ છે કે કોરોનાથી અત્યાર સુધી ૨,૮૫,૬૩૭ લોકો સાજા થઈ ગયા છે.દેશમાં અત્યારે સક્રિય કેસની સંખ્યા ૧,૮૯,૪૬૩ છે.આઈસીએમઆરના આંકડા અનુસાર ૨૫ જૂન સુધી ૭૭,૭૬,૨૨૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે.૨૫ જૂને જ ૨,૧૫,૪૪૬ ટેસ્ટ કરાયા હતા.

મહારાષ્ટ્ર્રમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખતાં એક જ દિવસમાં ૪૮૪૧ લોકોને હડફેટે લઈ લીધા હતા અને ૧૯૨ લોકોના જીવ હણી નાખ્યા હતા.જો કે તેમાં પહેલાં થયેલા ૮૩ મોત પણ સામેલ છે. મહારાષ્ટ્ર્રમાં કુલ ૧,૪૭,૭૪૧ કેસ નોંધાયા છે.જો કે મુંબઈમાં ૧૩૫૦ નવા દર્દી સાથે સંક્રમણની રફ્તાર પાછલા થોડા દિવસોથી સ્થિર બનેલી છે.

દિલ્હીમાં કોરોનાની સ્પીડ પકડી રહ્યો છે. ૨૪ કલાકમાં ૩૩૯૦ લોકોને કોરોના થયો છે અને આ સાથે દિલ્હીમાં કોવિડ દર્દીઓની સંખ્યા ૭૪ હજારની નજીક પહોંચી ગઈ છે.૨૪ કલાકમાં ૬૪ દર્દીઓજીવ ગુમાવી ચૂકયા છે.કોરોનાએ પહેલા મુંબઈ ઉપર શિકંજો કસ્યો હતો પરંતુ હવે દિલ્હી કોરોના કેપિટલ બની ગયું છે.મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા ૭૦૮૭૮ છે,દિલ્હીમાં અત્યાર સુધી ૭૩૭૮૦ લોકો કોરોનાની ઝપટે ચડી ચૂકયા છે.

સુરત જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન વિષય પર પરિચર્ચા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
લીંબડી પાલિકાના ભાજપના કાઉન્સિલરનું જુગારધામમાં નામ ખુલતા ધરપકડ કરાઈ
રાજકોટ જિલ્લામાં પાણીની વિકટ સ્થિતિ, વિંછીયાનાં ગામોમાં સ્થળાંતરની નોબત
કંપનીઓને ડેટા સંબંધિત સરેરાશ ~14 કરોડનું નુકસાન
ખતરનાક તબક્કામાં પહોંચ્યું યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ, પોલેન્ડે કરી આ ખાસ જાહેરાત
Share This Article
Facebook Email Print
Previous Article વલસાડ જિલ્લામાં કોરોના રોકવા તંત્રનો પનો ટૂંકો, વધુ 8 કેસ કુલ 111
Next Article દાનહમાં વધુ 11 સાથે કોરોના પોઝિટિવના કુલ કેસ 79, દમણમાં વધુ 9 સાથે 63 કેસ થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up