મુંબઈ : શરદ પવાર અંગે ફેસબુક પર વાંધાનજક પોસ્ટ કરવા પ્રકરણે કાયદામા સપડાયેલી મરાઠી અભિનેત્રી કેતકી ચિતળેના વકિલે માજી ગૃહ પ્રધાન અનિલ દેશમુખની જામીન અરજીનો વિરોધ કર્યો છે. દેશમુખની અરજી ફગાવવાની વિનંતી સીબીઆઈ વિશેષ કોર્ટમાં કરવામાં આવી છે.રાજ્યસભામાં મતદાન કરી શકાય એટલે દેશમુખે અકે દિવસના જામીનની અરજી કરી છે.દેશમુખ ફરાર થશે તો ફરી તાબામાં લેવા મહારાષ્ટ્ર સીબીઆી અને ઈડી સહકાર કરશે નહીં.અનિલ દેશમુખ મળતા નથી એવા અહેવાલ રજૂ કરશે એમ કેતકી પ્રકરણ પરથી ખાતરી થાય છે,એમ પણ કેતકીના વકિલે જણાવ્યું હતું.
કેતકી ચિતળે પર થયેલા ૨૨ કેસ પ્રકરણે ફરિયાદીઓ એક પીઢ રાજકારણીના સમર્થક છે.ફરિયાદોની વિગત અને લખાણ સમાન લાગે છે,એવો પણ આરોપ વકિલોએ કર્યો છે.કળવા પોલીસ સ્ટેશન લાવતી વખતે કેતકીની ગાડી પર તેમ જ તેના પર હુમલો થયો હતો આની ફરિયાદ નોંધાવવામાં આનાકાની કરવામાં આવી હોવાનો દાવો કેતકીના વકિલે કર્યો છે.કેતકી પરના હુમલાની સૂત્રધાર અદિતી નલાવડે સામે ગુનો નોંધાય નહીં એ માટે પોલીસ પર દબાવ નાખવાનો આરોપ કેતકીના વકિલોઅ ેકર્યો છે.વિધાન પરિષદમાં નિયુક્તિ માટે સૂચવેલા ૧૨ નામમાં અદિતી નલાવડેનું પણ નામ છે.