By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશ પર રોજગારીનુ સંકટ, મેન્યુફેકચરિંગ સેક્ટરની નોકરીઓમાં 50 ટકાનો ઘટાડો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશ પર રોજગારીનુ સંકટ, મેન્યુફેકચરિંગ સેક્ટરની નોકરીઓમાં 50 ટકાનો ઘટાડો
GeneralNational

દેશ પર રોજગારીનુ સંકટ, મેન્યુફેકચરિંગ સેક્ટરની નોકરીઓમાં 50 ટકાનો ઘટાડો

HM News
Last updated: 22/05/2021 12:36 PM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.22 મે 2021,શનિવાર : દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરના કારણે આર્થિક મોરચે પણ મોટો ફટકો પડી રહ્યો છે. રાજ્યોમાં અલગ અલગ સ્તરનુ લોકડાઉન લગાવાયુ છે અને તેના કારણે નોકરીઓ પણ ઘટી રહી છે.

દેશમાં સૌથી વધારે નોકરીઓ આપતા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ નોકરીઓ પર બહુ મોટી અસર પડી છે.સરકાર દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે શરુ કરાયેલા મેક ઈન ઈન્ડિયા પ્રોગ્રામ છતા પણ આ સેક્ટરની નોકરીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સેન્ટર ફોર ઈકોનોમિક ડેટા એન્ડ એનાલિસિસમાં કહેવામાં આવ્યુ છે કે, પાંચ વર્ષની સરખામણીમાં 2020-21માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં નોકરીઓની સંખ્યા ઘટીને અડધી રહી ગઈ છે. 2019-20ના મુકાબલે 2020-21ના વર્ષમાં આ સેક્ટરે આપેલી નોકરીઓમાં 32 ટકાનો ઘટાડો થયો છે.સાથે સાથે રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની નોકરીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.આંકડા પ્રમાણે કેમિકલ ઈન્ડસ્ટ્રીને છોડીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના તમામ સબ સેક્ટરમાં રોજગારીમાં ઘટાડો છે. 2016-17માં આ સેક્ટરમાં 5.10 કરોડ લોકો નોકરી કરી રહ્યા હતા. અત્યારે લગભગ 2.70 કરોડ લોકો આ સેક્ટરમાં રોજગારી મેળવી રહ્યા છે.મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો દેશના જીડીપીમાં 17 ટકા જેટલો ફાળો છે.દેશ માટે આ સારી નિશાની નથી અને દેશ પર બેકારીનુ સંકટ તોળાઈ રહ્યુ હોવાનો ઈશારો છે.

રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની હાલત પણ સારી નથી.2016-17માં આ સેક્ટરમાં 6.90 કરોડ લોકો રોજગારી મેળવતા હતા અને હવે આ આંકડો ઘટીને 5.37 કરોડ પર આવી ગયો છે.કોરોનાએ આ સેક્ટરને વધારો ઝાટકો આપ્યો છે.લોકડાઉન અને બીજા પ્રતિબંધોના કારણે કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ મંદી જોવા મળી રહી છે.

કીમ ફાટક ખોલવા ગાંધીનગરના મંત્રી સ્થળ પર પહોંચ્યા
UP ચૂંટણી માટે અસદુદ્દીન ઓવૈસીની નાની પાર્ટીઓ સાથે જોડાણ કરવાની હિલચાલ
ભાવનગરની કૉલેજનાં પ્રિન્સિપાલે તમામ વિદ્યાર્થિનીઓને બીજેપીમાં જોડાવા કહ્યું
માંગરોળના રેન્જ ફોરેસ્ટરને કારે અડફેટમાં લેતા મોત
પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે LLBની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યુ, યુવતીના ફોટો વાઇરલ કર્યાં
Share This Article
Facebook Email Print
Previous Article ભાજપને હવે ટ્વીટર પણ ડાબેરી લાગે છે
Next Article ભારતને મેનાં અંત સુધી મળી જશે Sputnik Vનાં 30 લાખ ડોઝ, 85 કરોડ રસીનાં ડોઝનું પ્રોડક્સન કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up