સંત નિરંકારી મંડળના સ્વયં સેવકો દ્વારા નવી સિવિલમાં સફાઈ ઝુંબેશ
સુરત, તા.૨૪
નિરંકારી ભક્તો એ રવિવારે નિરંકારી બાબા હરદેવ સિંહ જી મહારાજ નો જન્મજયંતિ “ગુરુપૂજા દિવસ ” ના રૂપ માં મનાવ્યો, પરંતુ તે અજોડ પ્રયાસ અને મંગલકારી હતો, તેઓના હાથ માં ના તો પૂજા ની થાળી હતી કે ના તો પુષ્પ-માળા હતી, પરંતુ તેઓ તો હાથ માં ઝાડુ લઇ ને નવી સિવિલ હોસ્પિટલ ને ચમકાવવા માં લાગ્યા હતા.
નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના માર્ગદર્શન માં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના દેશવ્યાપી અભિયાન હેઠળ દેશ ના લગભગ ૪૫૦ શહેરો માં ૧૨૬૬ હોસ્પિટલ જેમાં સુરત ની નવી સિવિલ હોસ્પિટલ માં રવિવારે સવારે ૮ઃ૦૦ વાગ્યા થી નિરંકારી ભક્તો એ સફાઈ અભિયાન શરુ કર્યું.
સેવાદળ શિક્ષક જીવન સિંહ જી એ સફાઈ માં યોગદાન આપવા આવેલા સેવાદળ- ભક્તો ને પ્રભુ વંદના તથા પ્રાર્થના કરાવી, ત્યાર બાદ નિરંકારી ભક્તો નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના નામ નો જયઘોષ કરી “ધન નિરંકાર જી” કહી ને સફાઈ કામ આરંભ કર્યું.
દક્ષિણ ગુજરાત ના પ્રભારી શ્રી ઓંકાર સિંહ જી એ જણાવ્યું કે નિરંકારી ભક્ત જ્યાં બાબા હરદેવ સિંહ જી નો જન્મદિવસ ઉજવવા માટે ઉત્સાહિત રહે છે ત્યાંજ નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષા જી કોઈ પણ આડંબર થી અલગ જનહિતકારી કાર્ય કરવાની પ્રેરણા આપે છે, તેથી જ તો છેલ્લા કેટલાકે વર્ષો થી વિશ્વભર માં વૃક્ષારોપણ તથા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ અવસર પર નવી સિવિલ હોસ્પિટલ ના તબીબી અધિક્ષક ડો. જયમીન કોન્ટ્રાકટર એ કહ્યું કે ખરેખર નિરંકારી બાબાજી ની શિક્ષા નો જ અસર છે કે નિરંકારી ભક્તો એ મોટા પાયે સમર્પિત ભાવ થી ઉત્સાહિત થઇ ને સફાઈ કરી છે, સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ગંદકી રૂપી બીમારી ને નષ્ટ કરવા માટે સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે ખુબ પ્રશંસનીય છે.
સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલ ઇ સ્ૅ ના ડા. કેતન નાયક હોસ્પિટલ ને સાફ સુથરુ જોઈ ખાસ પ્રભાવિત થયા. સ્વચ્છતા ના પ્રતિ નિરંકારી ભક્તો ના સમર્પણ ની પ્રશંસા કરી.

