અંબાણીની સંપત્તિન 19 અબજ ડૉલરનું નુકસાન
મુંબઈ : શેર માર્કેટ ક્રેશ થતાં દેશના લગભગ મોટા ભાગના ઉદ્યોગપતિઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.મુકેશ અંબાણી, અજીમ પ્રેમજી, ઉદય કોટક, મિત્તલને પણ લાખો કરોડોનું નુકસાન થયું છે,પણ દેશમાં એક એવા પણ ઉદ્યોગપતિ છે, જેમને આ કટોકટીના માહોલમાં તાડની માફક સુપરમાર્કેટ ડિ-માર્ટના ફાઉંડર રાધાકિશન દમાણી ઉભા છે. શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે તેમની કુલ સંપત્તિ 10.10 અબજ ડૉલર થઈ હતી. વિતેલા એક વર્ષમાં તેમની સંપત્તિમાં 416 મિલિયન ડૉલરનો વધારો થયો છે.રાધાકિશન દમાણીની કંપની ડિમાર્ટના શેરમાં ભારે અકીલા ઉછાળો જોવા મળ્યો હતો.13 માર્ચ 2019ની સરખામણીએ શેરમાં 8.64 ટકાનો ઉછાળો આવ્યો છે.આજે પણ તેમના શેરમાં 4.81 ટકાની તેજી જોવા મળી હતી. દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિમાં 19 અબજનો ધબડકો થયો છે. તેઓ હવે એશિયાના સૌથી અમીર શખ્સ પણ નથી રહ્યા. આ ટેગ હવે અલીબાબાના જૈક માની પાસે જતુ રહ્યું છે.સંપત્તિમાં થયેલા નુકસાન મામલે મુકેશ અંબાણી વિશ્વમાં પાંચમા નંબરે આવ્યા છે.