તા.22 માર્ચ, મંગળવાર : ગલી બોય ફિલ્મમાં પોતાના ધમાકેદાર રૈપથી લાખો લોકોના દિલ જીતનાર પ્રખ્યાત એમસી તોડ ફોડ ઉર્ફે ધર્મેશ પરમારનું નિધન થયું છે.પોતાના આકર્ષક અને અનોખા રેપ માટે જાણીતા એમસી તોડ ફોડ માત્ર 24 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.તેમણે એક્ટર રણવીર સિંહ સાથે ફિલ્મ ગલી બોયમાં કામ કર્યું હતું.
MC તોડફોડના મોતનું કારણ હજુ અકબંધ
ધર્મેશ પરમારના નિધનથી તેમના ફેન્સ ખૂબ આઘાતમાં છે.એમસી તોડ ફોડે ફિલ્મ ગલી બોયના ‘ઈન્ડિયા 91’ ગીતમાં રૈપ કર્યું છે. જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી.એમસી તોડ ફોડ મુંબઈના સ્ટ્રીટ રેપર્સમાંના એક હતા.એમસી તોડ ફોડના ચાહકો અને નજીકના મિત્રો સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
રણવીર સિંહે પણ વ્યક્ત કર્યું દુ:ખ
અભિનેતા રણવીર સિંહે પણ રેપરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર MC તોડફોડની તસવીર શેર કરીને શ્રદ્વાજંલી વ્યક્ત કરી હતી.


