વલસાડ,19 મે : કોરોના ની આ મહામારીમાં લોકડાઉન ના નિયમોને વલસાડ જિલ્લામાં ઘોળીને પી જનારા લોકો માટે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આદેશ અનુસંધાને વલસાડ જિલ્લા કલેકટર દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ વડાને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.જેને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા એસ.ઑ.જી. અને એલ.સી.બી.ની ટીમોને સક્રિય કરવામાં આવી છે.શહેરમાં લોકડાઉન વચ્ચે 16મીમેના રોજ ધરમપુર ચોકડી પાસે એક વ્યક્તિ બાઈક લઈને 16મેના રોજ 6:43, 7:18, 8:38, 9:03, 12:48, 13:13, 14:39 અને 18:03 એમ કુલ 8 વખત કોઈ ચોક્કસ કારણ વગર આંટાફેરા મારતો CCTV કેમેરામાં ઝડપાયો હતો.LCB પોલીસે બાઈકની નંબર પ્લેટના આધારે બાઈક ચાલકને શોધી કાઠ્યો હતો.LCB પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી સીટી પોલીસ મથકે સોમવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


