By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ધરમપુર જમીન વિકાસ કચેરીના નિવૃત્ત અધિકારીના જામીન રદ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > ધરમપુર જમીન વિકાસ કચેરીના નિવૃત્ત અધિકારીના જામીન રદ
GeneralSouth Gujarat

ધરમપુર જમીન વિકાસ કચેરીના નિવૃત્ત અધિકારીના જામીન રદ

HM News
Last updated: 04/01/2021 7:28 AM
HM News
4 years ago
Share
SHARE

– આવક કરતાં 3.41 કરોડની વધુ સંપત્તિ ACBની તપાસમાં મળતા ધરપકડ કરાઇ હતી

વલસાડ : વલસાડ જિલ્લાના ધરમપુરમાં ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીમાં ખેત તલાવડીના લાખોના ભ્રષ્ટાચારની તપાસ કરતી એસીબીએ આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના ચકચારી કેસમાં નિવૃત્ત ફિલ્ડ સુપરવાઇઝર સુરેશ કિશોરીની ગત સપ્તાહે તેના વતન ઝાલોદથી ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.આ આરોપીએ ધરમપુરના સ્પે.જજ પી.કે.લોટિયા સમક્ષ જામીન અરજી કરતાં ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી સ્પે.જજે અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીના અધિકારીઓ,કોન્ટ્રાકટરોએ એકબીજાના મેળાપીપણાંમાં ખેડૂતોને સિંચાઇ માટે સરકારી યોજના હેઠળ ખેત તલાવડી બનાવવા માટે ફાળવવામાં આવતી લાખોની ગ્રાન્ટ ચાઉ કરી ગયા હોવાનો પર્દાફાશ એસીબી વિભાગે કર્યો હતો.આ કચેરીના નિવૃત્ત ફિલ્ડ સુપરવાઇઝર સુરેશ રમણભાઇ કિશોરી રહે.સર્વોદય સોસાયટી,બાંસવાડા રોડ, ઝાલોદ,જિ.દાહોદ વિરૂધ્ધ આવક કરતા વધુ સંપત્તિની ફરિયાદ સુરત ગ્રામ્ય એસીબીના પીઆઇ આર.કે.સોલંકીએ 24 ડિસેમ્બર 2020ના રોજ દાખલ કરી હતી.

જેની તપાસમાં આરોપી સુરેશ કિશોરી અને તેના પરિવારની આવક બેંક ખાતા અને સંપત્તિ જોતાં કુલ રૂ.3,41,68,339 જેટલી અપ્રમાણસર મિલકત બહાર આવી હતી.આ ગુના હેઠળ સુરેશ કિશોરીની ઝાલોદથી ધરપકડ કર્યા બાદ તેને જેલ ભેગો કરાયો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી સુરેશ કિશોરીએ ધરમપુર કોર્ટના સ્પે.જજ પી.કે.લોટિયા સમક્ષ જામીન માગતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી જામીન અરજી ફગાવી દેતો હુકમ કર્યો હતો.

દાઉદ સાથે કયા નેતાઓનું કનેકશન : વોહરા કમીટીનો રિપોર્ટ જાહેર કરવા બીજેપી નેતાની માંગ
ભાજપના હાઈકમાન્ડે રાજ્યના નેતાઓને માહોલ ખરાબ કરવાની સૂચના આપી છેઃ અશોક ગહેલોત
લોન મોરેટોરિયમમાં સરકારી બેંકોના 7.9 લાખ કરોડ સલવાયા
વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને અમેરિકા આમને સામને
રતન ટાટા – નીરા રાડિયા ટેપ્સ : 8 વર્ષ પછી SC ભારતના કોર્પોરેટ અને મીડિયા જગતને હચમચાવી નાખનાર કેસની સુનાવણી કરશે
Share This Article
Facebook Email Print
Previous Article દમણના ડબલ મર્ડરમાં માજી જિલ્લા પંચાયતના પ્રમુખ સુખા પટેલનો સાળો કોર્ટમાં હાજર
Next Article અંકલેશ્વર સ્થિત વાસુદેવ કેમિકલને ક્લોઝર નોટિસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up