ધરમપુર : ધરમપુર સમસ્ત આદિવાસી સમાજના નેજા હેઠળ આદિવાસી સમાજના મસીહા સ્વ.મોહનભાઈ ડેલકરના મૃત્યુની નિષ્પક્ષ CBI તપાસ કરવાની માંગ સાથે મહામાહિમ રાષ્ટ્રપતિને સંબોધિત કરતું આવેદનપત્ર પ્રાંત કચેરીમાં સુપ્રત કર્યું હતું.જો નિષ્પક્ષ CBI તપાસ ન કરવામાં આવે તો આદિવાસી સમાજ રાજ્ય વ્યાપી આંદોલન કરશે એવો ઉલ્લેખ પણ કર્યો છે ધરમપુરના ડો..ડી.સી.પટેલે જણાવ્યુ હતું કે,આદિવાસી નેતા યુવાન લીડરના મૃત્યુના સમાચારથી સમગ્ર આદિવાસી સમાજ ખુબજ આઘાતની લાગણી અનુભવે છે.
1989માં સેલવાસમાં નોકરી કરતો ત્યારથી એમને જાણું છું.જે થયું એની નિષ્પક્ષ તપાસ થાય અને અમારા આદિવાસી સમાજને ન્યાય મળે એવી લાગણી છે.ધરમપુર આદિવાસી એકતા પરિષદના કમલેશ પટેલ,ખારવેલના પૂર્વ સરપંચ રાજેશ પટેલ, પાલિકા સભ્ય નરેશ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પ્રદેશ વાસીઓને છેલ્લા સલામ,સાંસદ મોહન ડેલકરની સ્યુસાઇડ નોટના આખરી શબ્દો હતા
દાનહ સાંસદ મોહન ડેલકર સ્યુસાઇડ કેસમાં માનસિક પીડા અપનારાઓમાં મુખ્ય 11-12 નામો હોવાનું સૂત્રો પાસે જાણકારી મળી છે.દાનહ સાંસદ મોહનભાઇ ડેલકરે મુંબઈની હોટલમાં ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.ડેલકરે એક સ્યુસાઇડ નોટ પણ લખી હતી જેમાં કુલ 40 જેટલા નામો હોવાનું કહેવાય છે.
મળેલી જાણકારી મુજબ માનસિક ત્રાસ આપી મરવાની હદ સુધી પહોંચાડવાના મુખ્ય 11-12 લોકો હોવાની માહિતી મળી રહી છે.એમણે અંતમાં લખ્યું છે કે,પ્રદેશ વાસીઓને છેલ્લા સલામ.એમના નજીકના લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ગત 10-15 દિવસથી માનસિક રીતે એટલા પીડાય રહ્યા હતા કે,નાની નાની વાતે ભાવુક થતા હતા.રવિવારે જયારે મુંબઈ જવા નીકળ્યા હતા ત્યારે પણ એમનું વર્તન અસાધારણ હોવાનું જાણવા મળ્યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગરહવેલીના સાંસદ મોહન ડેલકરે 22 ફેબ્રુઆરીએ મુંબઈની એક હોટેલમાં આત્મહત્યા કરી લેતા સંઘપ્રદેશમાં શોકનો માહોલ છવાયો છે.સંઘ પ્રદેશના પ્રશાસનિક અધિકારીઓના ત્રાસના કારણે સાંસદે આત્મહત્યા કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુરના સમસ્ત આદિવાસી સમાજે સ્વર્ગસ્થ સાંસદની આત્મહત્યા મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માગ કરી છે.
આજે ધરમપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના મસીહા સ્વ.મોહનભાઇ ડેલકરના મૃત્યુની નિષ્પક્ષ CBI તપાસ કરવા માટે રાષ્ટ્પતિને સબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ સમયે ધરમપુરના સાઈનાથ હોસ્પીટલના ડો.ધીરુભાઈ ખાસ હજાર રહ્યા હતા.અને ધરમપુર આદિવાસી એકતા પરિસદના પ્રમુખ કમલેશ પટેલ અને સમાજના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા.સાથે તમામ આગેવાનોએ ઘટનાની તપાસ CBIને સોંપવા માંગ કરી હતી.
છોટુ વસાવાનો આરોપ જાણી જોઈને સુસાઈડ નોટ છુપાવાય છે
સાંસદ મોહન ડેલકરે મુંબઈની એક હોટલમાં આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.પોલીસને ત્યાંથી 6 પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી હતી.જેમાં તેઓએ કેટલાક અધિકારીઓએ દ્વારા થતી હેરાનગતિનો ઉલ્લેખ કર્યો છે.જો કે,સંપૂર્ણ સુસાઇડ નોટ હજુ જાહેર કરવામાં નથી. આવી ત્યારે ઝગડિયાના ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા આ સુસાઈડ નોટ જાહેર કરવા માંગ કરવામાં આવી છે.તેઓએ ટ્વિટ કરી જણાવ્યું છે કે,આદિવાસી સાંસદની સુસાઇડ નોટ જાણી જોઈને છુપાવવામાં આવી રહી છે અને કેટલાક અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે.
આપઘાતની CBI તપાસની માગ
આજે 24 ફેબ્રુઆરીએ ધરમપુર તાલુકાના સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના મસીહા સ્વ.મોહન ડેલકરના મૃત્યુની નિષ્પક્ષ CBI તપાસ કરવા માટે રાષ્ટ્પતિને સબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે ધરમપુરના સાઈનાથ હોસ્પિટલના ડો.ધીરુભાઈ ખાસ હજાર રહ્યા હતા. અને ધરમપુર આદિવાસી એકતા પરિસદના પ્રમુખ કમલેશ પટેલ અને સમાજના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા. સાથે તમામ આગેવાનોએ ઘટનાની તપાસ CBIને સોંપવા માંગ કરી હતી.
દાનહના સાંસદનો સોમવારે મુંબઇની મરીન ડ્રાઇવ સ્થિત એક હોટલના રૂમમાંથી પંખા સાથે લટકેલી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મંગળવારે સવારે તેમના મૃતદેહને સેલવાસ લવાયો હતો.સવારે 11 કલાકે અંતિમ દર્શન માટે રખાયા બાદ આદિવાસી ભવનથી બપોરે 3 કલાકે પાર્થિવ દેહને જરૂરી વિધિ માટે તેમના નિવાસ સ્થાને લઇ જવાયો હતો.ત્યારબાદ તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી.સેલવાસના બાલદેવી સ્મશાન ગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ અને પોલીસના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી. સાંસદ મોહન ડેલકરના નિધનના પગલે સમગ્ર સેલવાસ શહેર સ્વયંભૂ બંધ રહ્યું હતું.
હન ડેલકરના મીડિયા પ્રવક્તા દિપક પટેલે જણાવ્યું હતું.બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવતા અને મિજાજ માટે જાણીતા મોહન ડેલકરે આત્મહત્યા કરતાં સંઘ પ્રદેશમાં શોકનું મોજું ફળી વળ્યું છે.પોતે સાંસદ હોવા છતાં પણ સરકારી કાર્યક્રમોમાં તેમને પ્રાધાન્ય આપવામાં આવતુ ન હતું અને સતત અવગણના અને તિરસ્કાર ભર્યુ વલણ અપનાવામાં આવતું હતું.આ મુદે તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પણ લેખિતમાં રજૂઆત કરી હતી.બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા તેમના કાર્યકરો અને સમર્થકોની સામે પણ દ્વેષ ભાવના રાખીને પોલીસ કેસ કરાવ્યાં હોવાનો આક્ષેપ સાંસદ મોહન ડેલકરે લગાવ્યો હતો. આમ છેલ્લા 1 વર્ષથી સતત અવગણના અને પ્રશાસનિક તરફથી જોઇએ તેવો સહયોગ ન મળતાં નારાજગી હતી. જેને લઈને સાંસદે આપઘાત કર્યો હોવાની આશંકા છે.
59 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા. 1989થી વર્ષ 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ,ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો.
ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સલ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું
ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સલ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું.સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સલ્ટેટિવ કમિટીમાં નિમણૂક કરવામા આવી હતી.ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ કમિટીમાં લોકસભા અને રાજ્યસભા મળી કુલ 28 જેટલા સાંસદોને સ્થાન આપવામાં આવ્યું હતું.લોકસભાના 15 સિનિયર સાંસદોને આપવામાં આવેલાં સ્થાનમાંથી મોહન ડેલકરને બીજા નંબરે સ્થાન આપવામા આવ્યું હતું.
ટ્રેડ યુનિયનના નેતા તરીકે રાજકીય કરિયરની શરૂઆત
મોહન ડેલકરનો જન્મ 1962માં થયો હતો.ડેલકરે સેલવાસમાં ટ્રેડ યુનિયનના નેતા તરીકે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી.તે અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરતા આદિવાસી લોકોના હક માટે લડતા હતા.ત્યાર બાદ 1995માં તેમણે આદિવાસી વિકાસ સંગઠન શરૂ કર્યું અને 1989માં તેઓ દાદરા નગર હવેલી મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નવમી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા.ત્યાર બાદ 1991 અને 1996માં પણ તેઓ આ જ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
ડેલકર સરપંચ કે સ્થાનિક ચૂંટણી લડ્યા વિના સીધા લોકસભાની બેઠક પર ચૂંટાયા હતા
દાનહ સાંસદ મોહન ડેલકરનો જન્મ 19 ડિસેમ્બર 1962માં બાલદેવી દાનહ ખાતે થયો હતો. માત્ર 27 વર્ષની ઉમંરમાં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1989માં પ્રથમ વખત સીધા દાનહના સાંસદ તરીકે ચૂંટાઇને લોકસભામાં પહોંચ્યા હતાં.લોકોની વચ્ચે રહેવાની આદતના કારણે તેઓ અત્યાર સુધીમાં કુલ 7 વખત સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યાં હતાં.જેમણે ભાજપ,કોંગ્રેસ,અને અપક્ષના સહારે લોકસભામાં દાનહનું પ્રતિનિધિત્વ કર્યું છે.


