ધરમપુર : ધરમપુરના રાજકીય હોદ્દેદારના લગ્ન પ્રસંગે શનિવારે રાત્રીના કુટુંબના સભ્ય દ્વારા આયોજિત ઓરક્રેસ્ટામાં હાજર વ્યકતીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખી દાખવેલી બેદરકારીને લઇ પોલીસે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ સહિત 11 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.ધરમપુરના કુરગામમાં રહેતા તાલુકા ભાજપ પ્રમુખ કેતન અરવિંદભાઇ પટેલના લગ્ન પ્રસંગ નિમિત્તે શનિવારે રાત્રીએ ઓરકેસ્ટ્રા પાર્ટી બોલાવીને જનમેદની ભેગી થઈ હતી.બાતમીના આધારે પોલીસને ઓરકેસ્ટ્રા ઉપર કેટલાક લોકો નાચતા તેમજ 100 કરતા વધુ વધારે લોકોની ભીડ જોવા મળી હતી.
વ્યક્તિઓએ માસ્ક નહીં પહેર્યા હોય અને અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થયું હોવાથી પૂછતાં પોલીસ સમક્ષ લગ્નના આયોજકે ધરમપુર તાલુકા ભાજપ પ્રમુખ પુત્ર કેતન વાઢુના મેરેજ ફંક્શનના આયોજનની ઓનલાઇન નોંધણીની નકલ રજૂ કરી હતી.પોલીસની ઓરકેસ્ટ્રા બાબતે કુટુંબીએ આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું હતું.જેથી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


